IPL 2022 FINAL: અશ્વિનની પત્નીની ખુશી સાતમાં આસમાન પર, આવી રીતે કરી ઉજવણી- Video

|

May 29, 2022 | 10:08 AM

IPL 2022 : રાજસ્થાન રોયલ્સની (RR) જીતમાં જોસ બટલરે (Jos Buttler) મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્વોલિફાયર 2 માં બટલરે 106 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને ફાઇનલમાં પહોંચાડી.

IPL 2022 FINAL: અશ્વિનની પત્નીની ખુશી સાતમાં આસમાન પર, આવી રીતે કરી ઉજવણી- Video
Ravichandran Ashwin's Wife (PC: Prithinarayanan)

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની જીતમાં જોસ બટલર (Jos Buttler) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્વોલિફાયર 2 માં બટલરે 106 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. વર્ષ 2008 પછી પહેલીવાર રાજસ્થાનની ટીમ IPL ની ફાઈનલ રમશે. તમને જણાવી દઈએ કે મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરીને 157 રન બનાવ્યા હતા. જે બાદ રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડ્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સ માટે બટલરને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે મેચ દરમિયાન અશ્વિન (R. Ashwin) ની પત્ની પ્રીતિ નારાયણન પણ હાજર હતી. જ્યારે રાજસ્થાનની ટીમ મેચ જીતવામાં સફળ રહી ત્યારે અશ્વિનની પત્નીએ પ્રેક્ષક ગેલેરીમાં ઉભા રહીને તેની ઉજવણી કરી હતી. તો રાસી વેન ડેર ડ્યુસેનની પત્ની લારા (Lara van der Dussen) ને ગળે લગાડીને ઉજવણી શરૂ કરી હતી. પ્રીતિએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પ્રીતિએ સેલિબ્રેશનનો વીડિયો શેર કરીને અશ્વિનને પણ ટેગ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘IPL ફાઈનલ બેબી’, રાજસ્થાનના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ પ્રીતિ દ્વારા શેર કરેલા વીડિયો પર હાર્ટ ઈમોજી શેર કરી છે.

 

 

જોસ બટલરે (અણનમ 106) મેચમાં શાનદાર સદી ફટકારીને શુક્રવારે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં બટલરની આ ચોથી સદી હતી. જેના માટે તેણે 59 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ ટીમને રવિવારે યોજાનારી ફાઇનલમાં લઈ જવા માટે વધુ એક સિક્સ ફટકારી.

IPL 2022 ની ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ટકરાશે. ફાઈનલમાં 14 વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમની નજર બીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવા પર છે. આ પહેલા વર્ષ 2008 માં આઈપીએલ ની ડેબ્યૂ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 3 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.

Published On - 9:57 am, Sun, 29 May 22

Next Article