AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 DC VS RR: દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચનું સ્થળ બદલાયું, મેચ વાનખેડેમાં યોજાશે

IPL 2022 : દિલ્હી કેપિટલ્સ (DC) ટીમમાં સૌથી પહેલા ફિઝિયો પેટ્રિક કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મિશેલ માર્શ અને ટિમ સીફર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આમ બે વિદેશી ખેલાડી અને ફિઝિયો સહિત કુલ 6 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

IPL 2022 DC VS RR: દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચનું સ્થળ બદલાયું, મેચ વાનખેડેમાં યોજાશે
Delhi Capitals (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 9:54 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમના સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું બહાર આવ્યા બાદ હવે સ્થળ બદલવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ પંજાબ સામેની મેચ પૂણેને બદલે મુંબઈના બ્રાબન સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. હવે રાજસ્થાન સામેની આગામી મેચ પણ મુંબઈમાં જ શિફ્ટ થઈ ગઈ છે.

દિલ્હીની ટીમના 2 ખેલાડીઓ સહિત કુલ 6 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે દિલ્હી કેપિટલ્સ ટીમના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇ-મેલ દ્વારા, બીસીસીઆઈ એ માહિતી આપી છે કે દિલ્હી કેપિટલ્સ ટીમના ખેલાડી ટિમ સીફર્ટને ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ તમામ ખેલાડીઓનો ફરીથી આરટીપીસીઆર (RT PCR) ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, 22 એપ્રિલના રોજ પુણેમાં રમાનાર મેચને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) શિફ્ટ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે 22 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમો વચ્ચે મેચ રમાશે.

આ મેચના સ્થળના ફેરફાર અંગે માહિતી આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમમાં છઠ્ઠો કોરોના કેસ આવવાને કારણે મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડનો વિકેટકીપર ટિમ સીફર્ટ પણ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે.

સૌથી પહેલા દિલ્હી ટીમના ફિઝિયો પેટ્રિક કોરોના પોઝિટિવ આવ્યો હતો

નોંધનીય છે કે દિલ્હી ટીમના ફિઝિયો પેટ્રિક ફરહત સૌથી પહેલા કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ટીમના તમામ ખેલાડીઓને હોટલમાં અલગ-અલગ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યાર બાદ ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શના કોરોના સંક્રમિત થવાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર તમામ ચાહકો સાથે શેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022 MI vs CSK Live Streaming: જીતવા માટે તૈયાર મુંબઈ અને ચેન્નાઈ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે આ બંનેની ટક્કર

આ પણ વાંચો : LSG vs RCB IPL Match Result: બેંગલુરુએ લખનૌને 18 રને હરાવ્યું, સુકાની ફાફની 96 રનની ઇનિંગ તો હેઝલવુડે ઝડપી 4 મહત્વની વિકેટ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">