IPL 2022, DC vs MI: ‘કરો યા મરો’ મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે, ક્યારે અને કેવી રીતે મેચનો આનંદ માણવો

|

May 21, 2022 | 9:55 AM

IPL 2022 : દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ મહત્વની છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહોંચવા માટે દિલ્હીએ મુંબઈને હરાવવું પડશે. જો દિલ્હી હારશે તો બેંગ્લોરની ટીમ ક્વોલિફાય કરી લેશે.

IPL 2022, DC vs MI: કરો યા મરો મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે, ક્યારે અને કેવી રીતે મેચનો આનંદ માણવો
Delhi Capitals vs Mumbai Indians (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં આજે સાંજે એક ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમ પ્લેઓફની રેસમાં સ્થાન મેળવવાના ઈરાદા સાથે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે ટકરાશે. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારે રિષભ પંત (Rishabh Pant)ની ટીમ આજની મેચ જીતતાની સાથે જ બેંગ્લોરને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. જો દિલ્હીની ટીમ આજની મેચ જીતી જશે તો તે સીધી પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. ટીમના 7 જીતથી 14 પોઈન્ટ છે અને તેની પાસે 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. હાલમાં બેંગ્લોરની ટીમ પણ 16 પોઈન્ટ પર છે. પરંતુ નેટ રન રેટના આધારે દિલ્હી તેને હરાવીને આગળ વધી શકે છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યારે રમાશે?
21 મે, શનિવારે રમાશે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યા રમાશે?
દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ કેટલા વાગે શરૂ થશે?
દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ સાંજે 7ઃ30 વાગ્યે શરૂ થશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ટોસ ક્યારે થશે?
દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં ટોસ સાંજે 7 વાગ્યે થશે.

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ ક્યા જોઇ શકાશે?
દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ સ્ટાર સ્પોર્ટ્સના નેટવર્ક અને તેની સાથે હોટસ્ટાર એપ્લિકેશનમાં પણ જોઇ શકાશે. તેની સાથે સાથે આ મેચ સાથે જોડાયેલ સમાચાર www.tv9gujarati.com પર પણ વાંચી શકાશે.

Next Article