IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સના વિકેટકીપર શેલ્ડન જેક્સનને લઇને આ અનુભવીએ આપ્યું મોટું નિવેદન

|

Mar 23, 2022 | 10:42 PM

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર શેલ્ડન જેક્સન (Sheldon Jackson) અને ઈંગ્લેન્ડના વિકેટકીપર સેમ બિલિંગ્સને ખરીદ્યા છે.

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સના વિકેટકીપર શેલ્ડન જેક્સનને લઇને આ અનુભવીએ આપ્યું મોટું નિવેદન
Sheldon Jackson (File Photo)

Follow us on

કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) તેમના મહાન વિકેટકીપર દિનેશ કાર્તિકને મેગા ઓક્શન પહેલા રીલિઝ કરી દીધો હતો. ટીમે મેગા ઓક્શનમાં ભારતીય વિકેટકીપર શેલ્ડન જેક્સન (Sheldon Jackson) અને ઈંગ્લેન્ડના વિકેટકીપર સેમ બિલિંગ્સને ખરીદ્યા છે. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ કોલકાતા ટીમને (KKR) આ વિભાગમાં નબળો ગણાવી રહ્યા છે. જોકે ટીમના મેન્ટર ડેવિડ હસી (David Hussey)નું માનવું છે કે 26 માર્ચથી શરૂ થનારી IPL 2022ની તૈયારી માટે ટીમે તમામ વિભાગોને સારી રીતે આવરી લીધા છે.

ડેવિડ હસીએ કહ્યું કે તે વિકલ્પોથી ખૂબ જ ખુશ છે. વધુમાં, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે હસીએ શેલ્ડન જેક્સનની પ્રશંસા કરતા કહ્યું કે તે ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરી શકે છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ડેવિડ હસીએ કહ્યું, “મને લાગે છે કે અમે હરાજીમાં ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા છે. અમારી પાસે શેલ્ડન જેક્સન છે. જે એક અદ્ભુત વિકેટકીપર છે અને તે પોતાની રમત પર સખત મહેનત કરે છે. તે ખૂબ જ સારો સ્ટ્રાઈકર પણ છે અને છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો છે. મને લાગે છે કે તે ટૂર્નામેન્ટમાં પોતાની છાપ બનાવવા માટે તૈયાર છે.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેણે વધુમાં કહ્યું કે, “ઉપરાંત, અમારી પાસે સેમ બિલિંગ્સ છે. તે ક્વોલિટી કીપર પણ છે. તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે અને ક્રિકેટના ટૂંકા સ્વરૂપમાં ઈંગ્લેન્ડ માટે વિકેટકીપિંગ પણ કર્યું છે. મને લાગે છે કે અમે વિકેટકીપિંગ વિભાગમાં ઘણા સારા છીએ અને અમારી પાસે ઘણી સંતુલિત ટીમ છે.”

 

 

સ્થાનિક ક્રિકેટમાં રન બનાવનાર શેલ્ડન જેક્સન આ તક ઝડપી લેશે. બીજી તરફ બિલિંગ્સે સમગ્ર વિશ્વમાં T20 લીગમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.

ખેલાડીઓની ફિટનેસ જાળવવા પર ફોકસ રહેશે: ડેવિડ હસી

કોલકાતા નાઈટ રાઈડર્સની છેલ્લી સિઝનમાં કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા ખેલાડીઓની ફિટનેસ નબળી છે અને ઈજા ટીમના સંતુલનને અસર કરી શકે છે.

આ અંગે ડેવિડ હસીએ કહ્યું કે ફિઝિયો એ સુનિશ્ચિત કરશે કે ક્રિકેટરો સમગ્ર સિઝન દરમિયાન ફિટ રહે. ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, “ઈજાઓ સમગ્ર ટૂર્નામેન્ટમાં સમસ્યા ઉભી કરી શકે છે અને કોઈપણ ટીમ પર તેની ભારે અસર પડી શકે છે. તેથી, કોઈ વ્યક્તિ ઈજા, ફિટનેસ અથવા થાક અથવા અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે કે કેમ તે જાણવા માટે તે સહાયક સ્ટાફ પર નિર્ભર છે. જો તેને આરામની જરૂર હોય તો અમે અમારા ફિટનેસ ટ્રેનર સાથે તેના પર કામ કરીશું અને તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ફ્રેશ રાખવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ અને ચેન્નાઈના આ 3 ખેલાડીઓ એકલા હાથે મેચનો પાસો પલટી શકે છે

આ પણ વાંચો : IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?

Next Article