Gujarat Titans IPL 2022 Champion : હાર્દિકની કેપ્ટનશિપ- નહેરા જી નો પ્લાન, 5 કારણો જેણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું

|

May 30, 2022 | 9:05 AM

IPL 2022 : ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) IPL 2022ની ચેમ્પિયન બની છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં ટીમે ઈતિહાસ રચ્યો અને તેની ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યું. ગુજરાતને ચેમ્પિયન બનાવનાર કયા પરિબળો હતા? જાણો...

Gujarat Titans IPL 2022 Champion : હાર્દિકની કેપ્ટનશિપ- નહેરા જી નો પ્લાન, 5 કારણો જેણે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું
Gujarat Titans Winner (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022  માં પહેલીવાર ભાગ લેનાર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને પોતાનો કેપ્ટન બનાવ્યો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. કારણ કે અત્યાર સુધી હાર્દિક પંડ્યાએ કોઈ ટીમની કેપ્ટનશીપ કરી ન હતી. પરંતુ હવે જ્યારે ગુજરાત ટાઇટન્સ તેની ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બની ગયું છે. તો બધાને સવાલનો જવાબ મળી ગયો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 130 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો.

આ માત્ર એક મેચની વાત નથી પરંતુ ગુજરાતે આખી સિઝનમાં જ આટલી જોરદાર રમત દેખાડી હતી. પાંચ મોટા પરિબળો પર એક નજર કરીએ જેણે ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનવામાં મદદ કરી…

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1) સુકાની હાર્દિક પંડ્યાની કમાલ

T20 વર્લ્ડ કપ 2021 બાદ વાપસી કરી રહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાના પ્રદર્શનથી બધાને ચૂપ કરી દીધા હતા. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા આખી સિઝનમાં એકદમ સેટલ દેખાતો હતો. તેણે બહુ ઓછી ભૂલો કરી હતી. ઉપરાંત તેણે બેટ્સમેન અને બોલર એમ બંને પ્રદર્શનથી ટીમનું નેતૃત્વ કર્યું. ટુર્નામેન્ટમાં થોડી હાર બાદ પણ હાર્દિકે હાસ્ય સાથે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જે દર્શાવે છે કે તે એક લીડર તરીકે હારનો સામનો કરવા તૈયાર છે અને ગભરાવાનો નથી.

2) ‘ઓલરાઉન્ડર’ રાશિદ ખાનની ફિરકી

અત્યારે દુનિયામાં રાશિદ ખાનથી સારો T20 પ્લેયર કોઈ નથી. ગુજરાત ટાઇટન્સ દ્વારા રાશિદ ખાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હૈદરાબાદ સાથે લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ તે ગુજરાત સાથે જોડાયો અને પ્રભુત્વ જમાવ્યું. આ આખી સિઝનમાં રાશિદે 19 વિકેટો ઝડપી. ખાસ કરીને તેની ઈકોનોમી રેટ 7 કરતા ઓછો હતો. આઈપીએલ જેવી લીગમાં આવી ઈકોનોમી રેટ આખી સિઝનમાં ઘણો સારો હોય છે. પરંતુ ગુજરાત માટે પ્લસ પોઈન્ટ ઓલરાઉન્ડર રાશિદ હતો. જેણે 2-3 મેચમાં બેટિંગ કરતી વખતે કેમિયો કર્યો અને ટીમને જીત અપાવી. રાશિદ ખાને પોતે પણ કહ્યું હતું કે તે પોતાને ઓલરાઉન્ડર કહેવાનું પસંદ કરે છે.

3) ફિનિશર્સે તબાહી મચાવી

ગુજરાત ટાઇટન્સ માટે ડેવિડ મિલર અને રાહુલ ટીઓટિયાની જોડીએ તબાહી મચાવી દીધી હતી. સાથે મળીને બંને ખેલાડીઓએ કેટલીક મેચો એકસાથે જીતાડી હતી અને કેટલીક મેચોમાં તેમાંથી એકે તેમની ટીમને મુશ્કેલીથી બહાર કરી હતી. ડેવિડ મિલર લાંબા સમય બાદ IPL માં ચમક્યો અને એવો ચમક્યો કે તેણે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી. મિલરે આ સિઝનમાં 481 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ તેવટિયાએ 12 ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા હતા.

4) ફાસ્ટ બોલરોએ કમાલ કરી

ગુજરાત ટાઇટન્સને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો અનુભવ કામ લાગ્યો. શમીએ 20 વિકેટ ઝડપી છે અને પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. સૌથી મહત્વની વાત એ છે કે લગભગ દરેક મેચમાં મોહમ્મદ શમીએ પોતાની ટીમને શરૂઆતમાં સફળતા અપાવી છે. તે કેટલીક મેચોમાં મોંઘો પણ સાબિત થયો હતો. પરંતુ તે પછી બીજા કોઈએ ટીમનો હવાલો સંભાળ્યો. મોહમ્મદ શમી ઉપરાંત લોકી ફર્ગ્યુસનની તોફાની બોલિંગે વિપક્ષી ટીમ પર તબાહી મચાવી હતી. તેના નામે 12 વિકેટ હતી. આ સાથે સિઝનના સૌથી ઝડપી બોલનો રેકોર્ડ 157.30 KMPH નો પણ નોંધાયો હતો.

5) આશિષ નહેરા જી નું શાનદાર પ્લાનિંગ

ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા (Ashish Nehra) ની હાથમાં કાગળ સાથેની તસવીર વાયરલ થઈ હતી. પરંતુ આ પેપરે ગુજરાત ટાઇટન્સ માટે અજાયબીઓ કરી હતી. આશિષ નેહરાએ ટીમને વારંવાર એક જ મંત્ર આપ્યો કે તેઓ કોઈ પણ ટેન્શન વગર શાંતીથી મેદાન પર રમો. હાર્દિક પંડ્યાએ કહ્યું કે આશુ ભાઈનો પ્રયાસ શ્રેષ્ઠ બોલિંગ યુનિટ તૈયાર કરવાનો હતો. કારણ કે તે જ મેચ જીતાડે છે અને અમારી યોજના કામ કરી ગઇ. આશિષ નેહરાએ ગુજરાત ટાઇટન્સ માટે હરાજીમાં આગેવાની કરી રહ્યા હતા. બાદમાં ગેરી કર્સ્ટન અને તેની જોડીએ ધમાલ મચાવી દીધી હતી.

Next Article