IPL 2022 : KKR નો સાથ છોડતા પહેલા બ્રેન્ડન મેક્કુલમે ખેલાડીઓની સામે ભાવુક ભાષણ આપ્યું

|

May 20, 2022 | 4:46 PM

IPL 2022 : બ્રેન્ડન મેક્કુલમની તાજેતરમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી મેક્કુલમ કોલકાતા ટીમના કોચ તરીકે કામ કરી રહ્યા છે.

IPL 2022 : KKR નો સાથ છોડતા પહેલા બ્રેન્ડન મેક્કુલમે ખેલાડીઓની સામે ભાવુક ભાષણ આપ્યું
Bendon McCullum (File Photo)

Follow us on

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ (Brendon Mccullum) એ રાજીનામું આપી દીધું છે અને ટીમ છોડતા પહેલા પૂર્વ કિવી ખેલાડીએ એવું ભાવુક ભાષણ આપ્યું હતું જે લાંબા સમય સુધી ખેલાડીઓ યાદ રાખશે. મેક્કુલમ અને ભૂતપૂર્વ KKR ખેલાડી 3 વર્ષ પહેલાં મુખ્ય કોચ તરીકે ટીમ સાથે જોડાયો હતો અને તેની હેઠળ કોલકાતાની ટીમ ફાઇનલમાં પહોંચીને IPL 2021 સીઝનમાં તેમનું ત્રીજું ટાઇટલ જીતવાની ખૂબ નજીક આવી ગયું હતું.

બ્રેન્ડન મેક્કુલમે KKR ના CEO વેંકી મૈસૂરનો કોચ તરીકે તેમનામાં વિશ્વાસ દર્શાવવા અને છેલ્લા 3 વર્ષમાં તેમની ભૂમિકાનો કેવી રીતે આનંદ માણ્યો તે બદલ આભાર માન્યો. IPL ની કેટલીક સિઝનમાં સારા પરિણામ ન આપવા છતાં તે ખેલાડીઓના પ્રયાસોથી ખુશ હતો. મેક્કુલમે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે તેની કોચિંગ શૈલી પર ધ્યાન આપ્યું હતું. તે ઈચ્છતો હતો કે તેના નેતૃત્વ હેઠળના ખેલાડીઓ માત્ર રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમના સંબંધો અને આત્મવિશ્વાસને મજબૂત કરે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મેક્કુલમે ટીમ છોડતા પહેલા તમામ ખેલાડીઓ અને સ્ટાફ સામે આપ્યું ભાવુક ભાષણ

કોલકાતા ટીમે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બ્રેન્ડન મેક્કુલમે કહ્યું, “સૌ પ્રથમ વેન્કી તમારો ખૂબ ખૂબ આભાર. 3 વર્ષ પહેલા તેણે મને કોચ તરીકે નોકરીની ઓફર કરી હતી. ત્યારથી તે ખૂબ જ ઉતાર ચઢાવ રહ્યો છે અને તે દરમિયાન મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. મુશ્કેલ સમયમાં પણ ઘણું શીખ્યા.”

હું તમારા માટે હંમેશા હાજર રહીશઃ મેક્કુલમ

તેણે આગળ કહ્યું, “હું ખેલાડીઓને પ્રેમ કરું છું. હું જાણું છું કે આઈપીએલની દરેક સીઝન તમે ઈચ્છો તે પ્રકારની નથી હોતી. પરંતુ તમે બધા લોકોએ જે પ્રયત્નો કર્યા તે મને ખરેખર ગમ્યું. મને લાગે છે કે તમે બધાએ મદદ કરવા માટે મારા પર વિશ્વાસ કર્યો છે. મને ગમે ત્યારે કોઇ પણ ચિંતા કર્યા વગર મને કૉલ કરી શકો છો હું તમારા માટે હંમેશા હાજર રહીશ. હું તમારી તમામ કારકિર્દી અને અલબત્ત ફ્રેન્ચાઇઝીને અનુસરવાનું ચાલુ રાખીશ.”

Next Article