IPL 2022 : જીત બાદ બેંગ્લોરના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી, કોહલી-ડુ પ્લેસિસે ગીત ગાયું, Watch Video

|

Apr 06, 2022 | 6:40 PM

રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ સામે 4 વિકેટે જીત મેળવ્યા બાદ બેંગ્લોરની (RCB) ટીમે જીતની શાનદાર ઉજવણી કરી હતી. કોહલી સહીતના તમામ ખેલાડીઓ આ ઉજવણીમાં જોડાયા હતા. બેંગ્લોરની આ બીજી જીત હતી.

IPL 2022 : જીત બાદ બેંગ્લોરના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી, કોહલી-ડુ પ્લેસિસે ગીત ગાયું, Watch Video
RCB Victory Celebration (PC: Twitter)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની શરૂઆત પહેલી મેચમાં હાર સાથે થઈ હતી. પરંતુ ત્યાર બાદ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સતત બે મેચ જીતી. બેંગ્લોરે તાજેતરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકે (Dinesh Kartik) ફિનિશરની ભૂમિકા ભજવીને ટીમને જીત અપાવી હતી. બેંગ્લોરની જીત બાદ ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી.

બેંગ્લોરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. આમાં તમામ ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. સુકાની ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓ ગીત ગાતા જોવા મળે છે. રાજસ્થાન સામેની જીત બાદ બેંગ્લોરની આખી ટીમે અનોખી રીતે ઉજવણી કરી હતી. આ વીડિયો પર ફેન્સ અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમે પહેલી મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આ મેચ 5 વિકેટે હારી ગઈ હતી. તેમાં બેંગ્લોર ટીમે મોટો સ્કોર બનાવવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બેંગ્લોર ટીમે કોલકાતા ટીમને 3 વિકેટે હરાવ્યું હતું. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વિકેટે રાજસ્થાન રોયલ્સ પર વિજય મેળવ્યો હતો. હવે ટીમની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે છે. આ મેચ 9મી એપ્રિલના રોજ રમાશે.

રાજસ્થાન સામે 4 વિકેટે બેંગ્લોરની રોયલ જીત

રોજસ્થાન રોયલ્સ સામેની મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા મેચ 4 વિકેેટે જીત મેળવી હતી. આ પહેલા જોસ બટલરના અણનમ 70 રનની મદદથી રાજસ્થાન ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 19.1 ઓવરમાં 6 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિનેશ કાર્તિકે (Dinesh Kartik) 23 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તો શાહબાદે (Shahbaz Ahmed) પણ આક્રમક ઇનિંગ રમતા 26 બોલમાં 45 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: નાથન કુલ્ટર બહાર થતા રાજસ્થાન કોને આપશે તક? દાસુન શનાકા, ડેવિઝ વિઝા અને બેન કટિંગ રેસમાં

આ પણ વાંચો : IPL 2022: કોલકાતા સામે રોહિત શર્માના આંકડા શું કહે છે, તેના પર એક નજર કરીએ

Published On - 6:20 pm, Wed, 6 April 22

Next Article