IPL 2022: કોલકાતાની જીતનો આ ખેલાડી રહ્યો હિરો, હૈદરાબાદ સામે પહેલા બેટથી તોફાન સર્જ્યુ બાદમાં બોલથી ખેલ પાડ્યો!

|

May 15, 2022 | 8:20 AM

હવે IPL 2022 ની દરેક મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) માટે મહત્વપૂર્ણ છે અને તેથી ટીમે SRH સામે જીત મેળવવી જોઈતી હતી. આ મહત્વપૂર્ણ મેચમાં કોલકાતાના મહત્વના ખેલાડીએ પોતાનો રંગ દેખાડ્યો અને ટીમને જીત અપાવી.

IPL 2022: કોલકાતાની જીતનો આ ખેલાડી રહ્યો હિરો, હૈદરાબાદ સામે પહેલા બેટથી તોફાન સર્જ્યુ બાદમાં બોલથી ખેલ પાડ્યો!
Andre Russell એ અણનમ આક્રમક ઈનીંગ રમી હતી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની હાલત સારી નથી. બે વખતના વિજેતા આ સિઝનમાં પ્લેઓફ માટે લડી રહ્યો છે. આ માટે પોતાની દરેક મેચ જીતવી જરૂરી છે અને સાથે જ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું જરૂરી છે. આવી સ્થિતિમાં, જ્યારે કોલકાતા માટે દરેક મેચ મહત્વપૂર્ણ છે, ત્યારે તેના એક દિગ્ગજ ખેલાડીએ તેની શ્રેષ્ઠ રમત રજૂ કરી, જે અન્ય ટીમો માટે માથાનો દુખાવો બની શકે છે. આ ખેલાડી છે આન્દ્રે રસેલ (Andre Russell). કોલકાતાએ શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે મેચ રમી હતી. આ મેચમાં હાર તેને પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકી હોત, પરંતુ આ મેચમાં રસેલે પોતાની તાકાત દેખાડી અને સારું પ્રદર્શન કર્યું અને ટીમની જીતનો હીરો બન્યો. આ જીત બાદ કોલકાતા IPL 2022 ના પ્લેઓફની રેસમાં યથાવત છે.

રસેલની ગણતરી વિશ્વના ખતરનાક બેટ્સમેનોમાં થાય છે. તે તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. જે અંદાજ તેણે હૈદરાબાદ સામે પણ બતાવ્યો હતો. રસેલે આ મેચમાં માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ કમાલ કર્યો હતો અને હૈદરાબાદના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા.

છેલ્લી ઓવરમાં ધમાલ મચાવી દીધી

રસેલ તેની અડધી સદી એક રનથી ચૂકી ગયો હતો. તેણે 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા, જો રસેલ ન હોત તો ટીમ આ સ્કોર કરી શકી ન હોત. રસેલે ફટકારેલી ચારમાંથી ત્રણ છગ્ગા તેણે છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદરને ફટકારી હતી. આ ઓવરમાં કુલ 20 રન થયા અને કોલકાતા સારો સ્કોર કરવામાં સફળ રહ્યું. આ સિઝનમાં આ માત્ર ચોથી વખત છે જ્યારે રસેલે 40નો આંકડો પાર કર્યો છે. આ પહેલા તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 45, ગુજરાત ટાઇટન્સ સામે 48 અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અણનમ 49 રન બનાવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેટ પછી બોલ વડે અદભૂત પ્રદર્શન

બેટ બાદ રસેલે પોતાનો કમાલ બોલ દેખાડ્યો હતો. રસેલની ભૂમિકા માત્ર બેટ સુધી મર્યાદિત નથી. તે ઓલરાઉન્ડર છે. રસેલ આ મેચમાં બોલથી પણ નિષ્ફળ ગયો ન હતો. રસેલે હૈદરાબાદના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે પહેલા હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. અહીંથી હૈદરાબાદની વિકેટો પડવાની શરૂઆત થઈ હતી. આ પછી રસેલે વોશિંગ્ટન સુંદરને પોતાનો શિકાર બનાવ્યો અને ત્યારબાદ માર્કો યાનસનની વિકેટ લીધી. તેના ક્વોટાની ચાર ઓવરમાં રસેલે માત્ર 22 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી.

 

 

 

Next Article