IPL 2022 Auction: અજિંક્ય રહાણેને મોટી આશા, કહ્યુ મારો 7-8 વર્ષનો રેકોર્ડ ખૂબ સારો

|

Feb 10, 2022 | 10:20 PM

અજિંક્ય રહાણે (Ajinkya Rahane) છેલ્લી સતત બે સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, પરંતુ તેને વધુ તકો મળી ન હતી અને તે પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. રહાણેની આ વખતે બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે.

IPL 2022 Auction: અજિંક્ય રહાણેને મોટી આશા, કહ્યુ મારો 7-8 વર્ષનો રેકોર્ડ ખૂબ સારો
Ajinkya Rahane અંતિમ બે સિઝન થી દિલ્હી કેપિટલ્સ સાથે હતો.

Follow us on

દરેકનું ધ્યાન IPL 2022 ની હરાજી (IPL 2022 Auction) પર છે. બધા રાહ જોઈ રહ્યા છે. આ અંગે ક્રિકેટ નિષ્ણાતો પોતાના અનુભવ અને વિશ્લેષણ આપી રહ્યા છે તો ક્રિકેટ ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ માત્ર ચાહકોની જ નહીં પરંતુ ખેલાડીઓની પણ તેના પર નજર છે. T20 અને ODI ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર ઊંચી બિડ અપેક્ષિત છે, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમના માટે આ હરાજી છેલ્લી તક બની શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ટેસ્ટ બેટ્સમેન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) પણ તેમાંથી એક છે, જેમના માટે આ હરાજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રહાણેનું કહેવું છે કે તેનો આઈપીએલનો રેકોર્ડ ઘણો સારો છે અને તે આ હરાજીની રાહ જોઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા રહાણે માટે આઈપીએલમાં પણ જગ્યા બનાવવી આસાન નથી. 33 વર્ષીય વરિષ્ઠ ભારતીય બેટ્સમેને છેલ્લી બે સીઝન દિલ્હી કેપિટલ્સ સાથે વિતાવી હતી, પરંતુ તે તેના માટે સારું રહ્યું ન હતું. રહાણેને આ દરમિયાન બહુ ઓછી તકો મળી અને જ્યારે તેનો વારો આવ્યો ત્યારે પણ તેનું બેટ શાંત રહ્યું. દેખીતી રીતે આવી સ્થિતિમાં, તેમનો મોટાભાગનો સમય બેન્ચ પર પસાર થતો હતો અને પછી તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.

7-8 વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યું

જો કે, આ હોવા છતાં, તે હરાજીની રાહ જોઈ રહ્યો છે અને તેને તેની પસંદગી પર વિશ્વાસ છે. રહાણેએ એક યુટ્યુબ ચેનલમાં આઈપીએલની હરાજી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું મારા વિશે વાત નથી કરતો, પરંતુ મારો IPL રેકોર્ડ ઘણો સારો છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ સાથે હું 7-8 વર્ષ રમ્યો અને સારું પ્રદર્શન કર્યું. મેં છેલ્લા બે વર્ષમાં ઘણી મેચ રમી નથી, પરંતુ હું ઘણો આત્મવિશ્વાસ ધરાવતો છું. મારા માટે નિયમિતપણે સફેદ બોલની ક્રિકેટ રમવી મહત્વપૂર્ણ છે. તેથી હું હરાજીની રાહ જોઈ રહ્યો છું.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

રહાણેએ એમ પણ કહ્યું કે તેને જે પણ ટીમ માટે રમવાની તક મળે તે માટે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. અનુભવી બેટ્સમેને કહ્યું, “હું નિયમિતપણે મેચ રમવા માંગુ છું અને જે પણ ટીમમાં હોઉં તેના માટે યોગદાન આપવા માંગુ છું અને IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી જાતને અને તમારી પ્રતિભાને વ્યક્ત કરી શકો છો.”

રહાણેનો IPL રેકોર્ડ

રહાણેએ આ હરાજી માટે તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા રાખી છે. જો કે, આ સિઝનમાં બે નવી ટીમો, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો ઉમેરો થવાથી રહાણે જેવા ઘણા ખેલાડીઓની તકો વધી જાય છે. રહાણેએ આઈપીએલમાં અત્યાર સુધી 151 મેચ રમી છે જેમાં તેના બેટથી 3941 રન બનાવ્યા છે. તેની સરેરાશ 31 અને સ્ટ્રાઈક રેટ 121 છે. રહાણે એવા કેટલાક બેટ્સમેનોમાંનો એક છે જેમની પાસે 2 કે તેથી વધુ સદી છે. તે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે અને તેની કેપ્ટનશિપમાં રાજસ્થાન છેલ્લી વખત 2018માં પ્લેઓફમાં પહોંચ્યું હતું.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

 

Next Article