IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ MS ધોનીએ ટીમની ભૂલ જણાવી

|

May 15, 2022 | 11:17 PM

IPL 2022: ચેન્નઈ ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ MS ધોનીએ ટીમની ભૂલ જણાવી
MS Dhoni (PC: IPLt20.com)

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)એ રવિવારે ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 62મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સુકાની એમએસ ધોની (MS Dhoni) એ સ્વીકાર્યું કે ટોસ જીત્યા બાદ ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ કહ્યું, ‘પહેલા બેટિંગ કરવી એ સારો વિચાર ન હતો. પહેલા હાફમાં ફાસ્ટ બોલરો પર આક્રમણ કરવું મુશ્કેલ હતું. સ્પિનરોનું પણ એવું જ હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ વધુમાં કહ્યું કે, ‘સાઈ કિશોરે સારી બોલિંગ કરી. અમે શિવમ દુબે (Shivam Dubey)ને બેટિંગ માટે મોકલી શક્યા હોત. પરંતુ જગ્ગી ટીમમાં હોવાને કારણે એવું બન્યું નહીં. જો ટુર્નામેન્ટમાં અગાઉ આવું થયું હોત તો શિવમને ટીમમાં રાખવાનું વ્યૂહાત્મક પગલું હતું.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તમને જણાવી દઈએ કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ (CSK)એ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ટીમ સામે શિવમ દુબે પહેલા નારાયણ જગદીશનને બેટિંગ માટે મોકલ્યો હતો. જગદીશને 33 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તે જ સમયે શિવમ દુબે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.

એમએસ ધોનીએ પણ પથિરાનાના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું “પથિરાના સાથે ભૂલોનો અવકાશ ઓછો છે. તેની ધીમી ગતિથી રમવાનું મુશ્કેલ છે. જો તે સતત ગતિએ બોલિંગ કરે છે તો તેના બોલ પર પ્રહાર કરવો પણ મુશ્કેલ છે. અમે લોકોને તકો આપવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે સારી પ્લેઇંગ 11 બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે આગામી મેચોમાં પણ ચાલુ રહેશે.

જણાવી દઈએ કે પથિરાનાએ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામેની મેચમાં શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાની વિકેટ લીધી હતી. નોંધનીય છે કે ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ 9મો પરાજય હતો. જ્યારે ગુજરાતે તેનો 10મો વિજય નોંધાવ્યો હતો.

Next Article