AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs GT IPL Match Result: ગુજરાત સામે ચેન્નાઈએ ઝુક્યું, 7 વિકેટે કારમી હાર

CSK vs GT IPL 2022: આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સે પ્રથમ નંબર પર પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટીમને 20 પોઈન્ટ મળ્યા છે.

CSK vs GT IPL Match Result: ગુજરાત સામે ચેન્નાઈએ ઝુક્યું, 7 વિકેટે કારમી હાર
Gujarat Titans win (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 8:26 PM
Share

જે રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે થઈ હતી. ટીમ માટે સિઝનનો અંત પણ એ જ રીતે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઇએ ખૂબ જ સરળતાથી પોતાના હાથ નીચે મૂકી દીધા હતા. ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની અડધી સદી છતાં માત્ર 133 રન બનાવનાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 7 વિકેટે ગુજરાત ટાઇટન્સ ટીમે આસાનીથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ટીમ માટે અનુભવી ઓપનર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) એ જબરદસ્ત ઇનિંગ રમી અને ટીમને વિજય અપાવીને જ વાપસી કરી. આ સાથે ગુજરાતે પ્લેઓફમાં ટોપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ચેન્નાઈને 13 મેચમાં નવમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા ચેન્નાઈએ ઓપનર ઋતુરાજ ગાયકવાડ (53 રન) ની અડધી સદી અને નારાયણ જગદીસનના અણનમ 39 રનની મદદથી 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. ગાયકવાડે તેની 49 બોલની ઇનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેણે મોઈન અલી (21 રન, 17 બોલ, બે સિક્સર) સાથે બીજી વિકેટ માટે 39 બોલમાં 57 રનની અડધી સદીની ભાગીદારી કરી હતી. આ પછી જગદીશને (33 બોલ, ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) ત્રીજી વિકેટ માટે 48 રન જોડ્યા.

ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની ઇનિંગમાં ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ (Chennai Super Kings) ના બેટ્સમેનો પોતાની તાકાત બતાવી શક્યા ન હતા. પ્રથમ 10 ઓવરમાં ચેન્નાઈએ 2 વિકેટે 73 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી 10 ઓવરમાં ટીમ 3 વિકેટના નુકસાને 60 રન જ બનાવી શકી હતી. છેલ્લી 5 ઓવરમાં ચેન્નઈને માત્ર 24 રન જ મળ્યા હતા. જ્યારે 3 વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન એક પણ બાઉન્ડ્રી મળી ન હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને સાઈ કિશોર બંનેએ ચાર ઓવરમાં 31 રન આપીને 1-1 વિકેટ લીધી હતી. જ્યારે અલ્ઝારી જોસેફે ત્રણ ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">