IPL 2022: “અચ્છી બનેગી અપની” રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા બાદ યુઝવેન્દ્ર ચહલ ગુલાબી રંગમાં રંગાયો

|

Feb 13, 2022 | 3:36 PM

રાજસ્થાન રોયલ્સ ટીમમાં જોડાયા બાદ યુઝવેન્દ્ર યહલ અને રાજસ્થાન વચ્ચે રસપ્રદ કેમિસ્ટ્રી સોશિયલ મીડિયામાં જોવા મળી. રાજસ્થાન ટીમે શેર કર્યો ફોટો.

IPL 2022: અચ્છી બનેગી અપની રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા બાદ યુઝવેન્દ્ર ચહલ ગુલાબી રંગમાં રંગાયો
Yuzvendra Chahal

Follow us on

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમ સાથે આઈપીએલમાં લાંબા સમય સુધી જોડાયેલો રહ્યો હતો. પણ હવે તે આઈપીએલ 2022 માં નવી ટીમ સાથે મેદાન પર રમતો જોવા મળશે. બેંગ્લોરની ટીમે ચહલને રીટેન કર્યો ન હતો.

જોકે એવી આશા હતી કે બેંગ્લોરની ટીમ આઈપીએલ 2022 ના મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલને ફરીથી ખરીદી લેશે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલની જ્યારે બોલી લાગતી હતી ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના માટે બોલી પણ લગાવી ન હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

IPL 2022 મેગા ઓક્શનના પહેલા દિવસે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમે યુઝવેન્દ્ર ચહલ માટે પહેલી બોલી લગાવી હતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ મેદાન પર આવી હતી. દિલ્હી અને મુંબઈ ટીમ વચ્ચે લાંબા સમય સુધી બોલી લાગી હતી. 5 કરોડની બોલી બાદ દિલ્હી ટીમ આ રેસમાંથી બહાર થઇ ગયું હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રેસમાં જોડાઇ ગઇ હતી.

તો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમે 6 કરોડમાં બોલીની સાતે શરૂઆત કરી અને અંતે 6 કરોડ 50 લાખમાં યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં જોડ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ અને રાજસ્થાન રોયલ્સની કેમિસ્ટ્રી જોરદાર રહેવાની છે
આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલને ખરીદ્યા બાદ રાજસ્થાન ટીમે પોતાના સોશિયલ મીડિયામાં ચહલ અને ટીમ વચ્ચે થયેલી રસપ્રદ વાતચીતનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે રાજસ્થાનની ટીમ સોશિયલ મીડિયામાં જોક્સ માટે જાણીતું છે. તો યુઝવેન્દ્ર ચહલ પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં રમુજ માટે જાણીતો છે.

રાજસ્થાન ટીમના ઓફિશિયલ ટ્વિટર પર આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં ચહલને ખરીદ્યા બાદ તેના ઇંસ્ટાગ્રામ પર રસપ્રદ વાર્તાલાપનો સ્ક્રિનશોટ્સ શેર કર્યો હતો. બધાને ખ્યાલ છે યુઝવેન્દ્ર ચહલ હસી-મજાક માટે જાણીતો છે, તેણે રાજસ્થાન સાથે મેસેજમાં પણ હસી-મજાક કર્યા હતા અને તેનો સ્ક્રિનશોટ્સ શેર કર્યા હતા અને ત્યારબાદ ચાહકોએ તેને શેર પણ કર્યા હતા.

આ પણ વાંચો : IPL 2022 Auction: એક બાજુ ઓક્શન ચાલી રહ્યું છે અને પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિંટા મુંબઈની માલિક નીતા અંબાણીના આંખોના કરી રહી છે વખાણ

આ પણ વાંચો : Chetan Sakariya , IPL 2022 Auction: ભાવનગરના ખેલાડીને દિલ્હી કેપિટલ્સે બેઝ પ્રાઇઝ થી 8 ગણા કરતા વધારે રકમ ચુકવી ખરીદ્યો

Next Article