IPL 2022: 5 મેચ,3 સ્પોટ અને 7 દાવેદાર, પ્લેઓફનું સંપૂર્ણ ગણિત સમજો

|

May 18, 2022 | 3:51 PM

IPL Playoffs: અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સ (GT) પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે. જ્યારે મુંબઈ (MI) અને ચેન્નાઈ (CSK) એવી ટીમો છે જે આ રેસમાંથી બહાર રહી ગઈ છે.

IPL 2022: 5 મેચ,3 સ્પોટ અને 7 દાવેદાર, પ્લેઓફનું સંપૂર્ણ ગણિત સમજો
IPL 2022

Follow us on

હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઈ છે. હવે લીગ સ્ટેજમાં માત્ર 5 મેચ જ રમવાની બાકી છે. અહીં 65 મેચ રમાઈ છે, પરંતુ પ્લેઓફમાં પહોંચનારી બાકીની ત્રણ ટીમ કઈ હશે તે નક્કી નથી. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈ એવી ટીમો છે, જે આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પ્લેઓફના બાકીના ત્રણ સ્થાનો માટે 7 ટીમો દાવેદાર છે.

સૌથી આગળ રાજસ્થાન અને લખનૌની ટીમ

રાજસ્થાન અને લખનૌની ટીમ પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે. બંને ટીમોએ 8-8 મેચ જીતી છે. આ ટીમોનો નેટ રન રેટ પણ સારો છે. જો આ બંને ટીમો તેમની છેલ્લી મેચ જીતશે તો તેમના પ્લેઓફનો નિર્ણય થશે. જો આ ટીમો છેલ્લી મેચ હારી જાય તો પણ પ્લેઓફમાં તેમના પત્તાં કાપવા મુશ્કેલ છે. આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે આ બંને ટીમો તેમની છેલ્લી મેચમાં મોટા અંતરથી હારી ગઈ હોય અને દિલ્હી અને બેંગ્લોરની ટીમો તેમની છેલ્લી મેચમાં મોટા માર્જિનથી જીતી હોય. જો આમ થાય છે તો રાજસ્થાન અને લખનૌની ટીમ બહાર થઈ શકે છે. એટલે કે આ બેમાંથી એક ટીમનું આગમન કન્ફર્મ થઈ ગયું છે.

ચોથા સ્થાન માટે દિલ્હી અને બેંગ્લોરની ટીમ રેસમાં સૌથી આગળ

દિલ્હી અને બેેંગ્લોર બંને ટીમો અત્યાર સુધીમાં 7-7 મેચ જીતી ચુકી છે. આ બંને ટીમો પ્લેઓફના ચોથા સ્થાનની રેસમાં સૌથી આગળ છે. જો આ બેમાંથી કોઈ એક ટીમ છેલ્લી મેચ જીતી જાય છે તો કોલકાતા, હૈદરાબાદ અને પંજાબ જેવી અન્ય ટીમોના કાર્ડ સંપૂર્ણપણે કપાઈ જશે. કારણ કે આ ત્રણેય ટીમો હવે 7થી વધુ મેચ જીતી શકશે નહીં. દિલ્હી અને બેંગ્લોર બંને હારે તો જ બાકીની ટીમોને તક મળી શકે છે. જોકે દિલ્હીના નેટ રન રેટને જોતા જો તેઓ હારી જાય તો પણ પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ રહી શકે છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

દિલ્હી અને બેંગ્લોર અંતિમ મેચ હારશે તો પ્લેઓફની જંગ ઘણી રોચક રહેશે

જો દિલ્હી અને બેંગ્લોર તેમની છેલ્લી મેચ હારી જાય અને કોલકાતા અને પંજાબ અથવા સનરાઈઝર્સ હૈદરાબાદ તેમની છેલ્લી મેચ જીતે તો પ્લેઓફની લડાઈ વધુ રસપ્રદ બની જશે. આવી સ્થિતિમાં ચોથી ટીમની પસંદગી નેટ રન રેટના આધારે કરવામાં આવશે. હાલમાં દિલ્હીનો નેટ રન રેટ અન્ય 4 ટીમો કરતા સારો છે. આવી સ્થિતિમાં દિલ્હીની પ્લેઓફમાં રમવાની શક્યતા સૌથી વધુ હશે. હા જો દિલ્હી છેલ્લી મેચ મોટા માર્જિનથી હારી જાય છે અને કોલકાતા અને પંજાબ/સનરાઈઝર્સ મોટા માર્જિનથી જીતે છે તો આ ત્રણમાંથી કોઈપણ એક ટીમ જે રેસમાં પાછળ રહી ગઈ છે તેને પ્લેઓફમાં રમવાની તક મળી શકે છે.

Next Article