IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે ચેન્નાઇનો આ સ્ટાર ખેલાડી ઉતરશે કે નહી? સેમ કરન પ્રથમ મેચ માટે બહાર

|

Sep 19, 2021 | 12:58 PM

આજની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની પ્લેઇંગ ઇલેવન વિશે કેટલાક મોટા અપડેટ્સ આવી રહ્યા છે. આ અપડેટ CSK ઓપનર ફાફ ડુ પ્લેસિસ સાથે સંબંધિત છે.

IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે ચેન્નાઇનો આ સ્ટાર ખેલાડી ઉતરશે કે નહી? સેમ કરન પ્રથમ મેચ માટે બહાર
MS Dhoni-Faf Du Plessis

Follow us on

IPL 2021 ની UAE આવૃત્તિ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચેની મેચથી શરૂ થઈ રહી છે. સિઝનના બીજા ભાગની આ પ્રથમ મેચ થોડા સમય બાદ દુબઈમાં રમાશે. આ મેચમાં, જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સને પોઈન્ટ ટેલીમાં ટોચ પર પહોંચવાની તક મળશે. મુંબઈ ઇન્ડીયન્સને RCB ને પાછળ ધકેલીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે સ્થાન મેળવવાની તક મળશે.

ખેર આ બધી બાબતો મેચના પરિણામ પર નિર્ભર રહેશે. તે પહેલા, આજની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન વિશે કેટલાક મોટા અપડેટ્સ આવી રહ્યા છે. આ અપડેટ CSK ઓપનર ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) સાથે સંબંધિત છે.

ખરેખર, ડુ પ્લેસીસ આજની મેચ રમશે કે નહીં તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ડુ પ્લેસિસ CSK ના પ્રેક્ટિસ સેશનમાં વધુ સારો દેખાઈ રહ્યો છે. પરંતુ, મુંબઇ સામેની મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં, તેના સમાવેશ અંગેનો નિર્ણય આજની મેચ પહેલા જ લેવામાં આવશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને મીડિયા રિપોર્ટમાં કહ્યું કે ડુ પ્લેસીસ ટીમમાં જોડાયો છે. તેણે ક્વોરન્ટાઇન પછી પ્રેક્ટિસ પણ કરી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને કોઈ તકલીફ નથી થઇ. પરંતુ, અમે મેચ પહેલા તેના રમવા અંગે નક્કી કરીશું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફાફ ડુ પ્લેસિસ પર મેચ પહેલા નિર્ણય – CSK CEO

ચેન્નાઈની ટીમના સીઈઓના નિવેદનથી સ્પષ્ટ છે કે, ફાફ ડુ પ્લેસિસ પ્રથમ મેચમાં પસંદગી માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે. હકીકતમાં, ડુ પ્લેસી CPL ફાઇનલ સહિતની છેલ્લી 3 મેચમાં ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. ત્યારબાદ મુંબઈ ઇન્ડીયન્સ સામેની પ્રથમ મેચમાં તેના રમવા અંગે શંકા ઉભી થઈ હતી.

તેને ગ્રોઇન ઇંજરી થઈ હતી, જેના કારણે કટોકટી ઘેરી બની હતી. કે ડુ પ્લેસિસ ચેન્નઈ માટે ક્યાં સુધી નહીં રમે. સમજો કે આ આંકડાઓ સાથે CSK માટે ડુ પ્લેસિસને રમવું કેમ મહત્વનું છે. તે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર ત્રીજા સ્થાને છે. તેણે 7 મેચમાં 320 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદીઓ નીકળી છે.

આ સિવાય, પહેલેથી જ નક્કી છે કે ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરન મુંબઇ ઇન્ડીયન્સ સામેની પ્રથમ મેચમાં નહીં રમે. તે ઈજાને કારણે નહીં, પરંતુ સેમનો ક્વોરન્ટાઇનનો સમય હજી પૂરો થયો નથી.

 

આ પણ વાંચોઃ IPL 2021: આજે દુબઇમાં બીજા તબક્કાની શરુઆતની મેચમાં જ રોહિત શર્મા અને સુરેશ રૈના વચ્ચે આ મામલે ટક્કર જોવા મળશે

આ પણ વાંચોઃ Yuvraj Singh: આજના દિવસે યુવરાજ સિંહે ‘સિક્સર કિંગ’ નુ બિરુદ મેળવ્યુ હતુ, છ બોલમાં છ શાનદાર સિક્સરની, જુઓ

Next Article