IPL 2021: ટુર્નામેન્ટ આગામી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સમાપન

|

May 25, 2021 | 11:14 PM

IPL 2021ની બાકી રહેલી 31 મેચનું આયોજન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં UAEમાં યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર ટુર્નામેન્ટમાં બાકી રહેલી મેચોને ત્રણ સપ્તાહના સમયમાં જ પુર્ણ કરી લેવાઈ શકે છે.

IPL 2021: ટુર્નામેન્ટ આગામી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં સમાપન
IPL

Follow us on

IPL 2021ની બાકી રહેલી 31 મેચનું આયોજન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં UAEમાં યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર ટુર્નામેન્ટમાં બાકી રહેલી મેચોને ત્રણ સપ્તાહના સમયમાં જ પુર્ણ કરી લેવાઈ શકે છે. ડેમાં 10 ડબલ હેડર મેચ રમાઈ શકે છે. BCCIના ગણિત મુજબ 31 મેચ માટે ત્રણ સપ્તાહનો સમય પુરતો છે.

 

મીડિયા રિપોર્ટનુસાર BCCIના અધિકારીએ કહ્યુ હતુ કે, લીગની શરુઆત થવાની તારીખ સ્ટેકહોલ્ડરને 18થી 20 સપ્ટેમ્બર દર્શાવાઈ છે તો 19 સપ્ટેમ્બરે રવિવાર છે. આમ શક્ય છે કે, બોર્ડ આ તારીખથી જ લીગને શરુ કરવા ઈચ્છશે. આમ ફાઈનલ મેચ પણ 9 અથવા 10 ઓક્ટોબરે રમાઈ શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આઈપીએલ 2021ને મે માસના પ્રથમ સપ્તાહમાં જ સ્થગીત કરી દેવાઈ હતી. જે પ્રમાણે બાયોબબલમાં એક બાદ એક કોરોના સંક્રમિતો સામે આવવા લાગ્યા હતા, જેને લઈને તેને રોકી લેવા માટે નિર્ણય લેવાયો હતો. સ્થગીત કરવા અગાઉ આઈપીએલની 29 મેચ રમાઈ ચુકી હતી.

 

આ દરમ્યાન રિપોર્ટ એમ પણ આવી રહ્યા હતા કે ભારત અને ઈંગ્લેંડ (India vs England) વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના દિવસોને ઘટાડવામાં આવે. જેનાથી ટેસ્ટ સિરીઝ ઝડપથી પુરી થઈ શકે. જોકે બીસીસીઆઈએ આ વાતનું ખંડન કર્યુ હતુ, તેમણે કહ્યું હતુ કે તેમના સમક્ષ બીસીસીઆઈએ આવી કોઈ રજૂઆત કરી નથી. આમ ટેસ્ટ સિરીઝનું શિડ્યુઅલ નિયત કાર્યક્રમ મુજબ ચાલશે.

 

ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરુઆત 4 ઓગષ્ટથી થનાર છે. જે 14 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. સિરીઝ ખતમ થવા બાદ ભારત અને ઈંગ્લેંડના ખેલાડી માન્ચેસ્ટરથી યુએઈ માટે એક સાથે રવાના થઈ શકે છે. આ ઉપરાંત બીસીસીઆઈની વિશેષ વાર્ષિક સાધારણ સભા (AGM) પણ 29 મે એ મળનારી છે.

 

જ્યારે ICCની બેઠક 1 જૂને યોજાનાર છે. ICCને જે મિટીંગ દરમ્યાન T20 વિશ્વકપને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. ભારતમાં 16 દેશોની ટીમો વચ્ચે ટી20 વિશ્વકપ ઓક્ટોબરથી રમાનાર છે અને જેની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાનારી છે.

 

આઈસીસીની બાયો સેફ્ટ ટીમ 26 એપ્રિલથી ભારત પ્રવાસે આવનાર હતી. જેથી તે સ્થળોનું નિરીક્ષણ કરી શકે. જોકે યુએઈ દ્વારા ભારત માટે પ્રવાસને લઈને પ્રતિબંધ ફરમાવ્યા હોવાને લઈને નિરીક્ષણ યોજના સ્થગીત કરાઈ છે. ભારતમાં કોરોના મહામારીની સ્થિતીને લઈને T20 વિશ્વકપ યુએઈમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. જોકે તેનું આયોજન બીસીસીઆઈ પાસે રહી શકે છે.

 

 

Next Article