IPL 2021: ટીમ ધોની ટૂર્નામેન્ટની તૈયારીઓ માટે દુબઇ પહોંચી, UAE માં કેમ્પની શરુઆત કરશે

|

Aug 14, 2021 | 10:43 AM

એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ આ સિઝનમાં ટાઇટલ જીતની રેસમાં મજબૂત દાવેદાર છે. ટીમ ધોની પોઇન્ટ ટેબલમાં પણ બીજુ સ્થાન ધરાવે છે. આમ તકને પાર પાડી લેવા CSK પૂરો દમ લગાવી દેવાના પ્રયાસમાં છે.

IPL 2021: ટીમ ધોની ટૂર્નામેન્ટની તૈયારીઓ માટે દુબઇ પહોંચી, UAE માં કેમ્પની શરુઆત કરશે
Dhoni arrives in Dubai

Follow us on

IPL 2021 ની ટૂર્નામેન્ટ શરુ થવાને પણ હવે દિવસો ગણાવા લાગ્યા છે. એક બાજુ મહત્વના ભારતીય ખેલાડીઓ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. તો બીજી બાજુ હવે UAE માં IPL ટીમોના કેમ્પની શરુઆત જઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) IPL 2021 માં સફળતા મેળવવા માટે પુરો દમ લગાવી દેવાના પ્રયાસમાં હોવાનુ જણાઇ રહ્યુ છે. જે મુજબ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નાઇ UAE પહોંચી ચુકી છે. જ્યાં હવે IPL ની તૈયારીઓ શરુ કરાશે.

ચેન્નાાઇ સુપર કિંગ્સ (CSK) દ્વારા ટ્રેનિંગ કેમ્પની શરુઆત સાથે જ એક બાદ એક ખેલાડીઓ સામેલ થતા જશે. ચેન્નાઇ ની ટીમના ખેલાડીઓમાં ઘણા ખરા દિગ્ગજ સહિતના ખેલાડીઓ કોઇ રાષ્ટ્રીય ટીમમાં સામેલ નથી. આમ ચેન્નાઇની ટીમને UAE માં પોતાનો વહેલા ટ્રેનિંગ કેમ્પ શરુ કરવો સરળ બની રહ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

UAE પહોંચતા જ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે તસ્વીરો શેર કરી હતી. દુબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બહાર નિકળતા ધોની સહિત ના ખેલાડીઓની તસ્વીરો શેર કરી હતી. સાથે જ કેપ્શનમાં લખ્યુ હતુ કે, પહોંચી ગયા વ્હીસલ સામ્રાજ્યમાં, UAE.

તસ્વીરો મુજબ ચેન્નાઇ ટીમના કેપ્ટન એમએસ ધોની તેમના પરિવાર સાથે દુબઇ પહોંચ્યો છે. ધોનીની પત્નિ સાક્ષી અને તેની પુત્રી જીવા પણ દુબઇ પહોચ્યા છે. આ ઉપરાંત ચેન્નાઇ ની ટીમના ભારતીય ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, દિપક ચાહર અને કર્ણ શર્મા પણ દુબઇ પહોંચ્યા છે. સુરેશ રૈના IPL 2020 ના દરમ્યાન દુબઇ પહોંચીને તે પરત સ્વદેશ ફર્યો હતો. તે ટૂર્નામેન્ટમાંથી જ ખસી ગયો હતો.

 

 

ચેન્નાઇ દમદાર પોઝિશનમાં

મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ગત સિઝનમાં ભલે યુએઇ માં પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. પરંતુ આ વર્ષની સિઝનમાં તેના દમદાર પ્રદર્શન ના ટ્રેક પર છે. ટૂર્નામેન્ટ સ્થગીત થવાના પહેલા સુધી ટીમ ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. CSK એ પ્રથમ હાલ્ફમાં રમેલી તેની 7 મેચોમાંથી 5 મેચોમાં જીત મેળવી છે. આમ તે 10 પોઇન્ટ ધરાવે છે.

સીએસકે ને સુરેશ રૈના અને મોઇન અલી જેવા ખેલાડીઓ સામેલ થવા થી મજબૂતી મળી છે. આગામી 19 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની પ્રથમ ટક્કર મુંબઇ ઇન્ડીયન્સ સામે થનારી છે. આમ બે મજબૂત ટીમોના આમના સાથે આઇપીએલ 2021 ના બીજા હાલ્ફની શરુઆત થશે. IPL 2021 ની સિઝનને ગત મે માસ દરમ્યાન બાયોબબલમાં સંક્રમણના ફેલાવાને લઇને સ્થગીત કરી દેવી પડી હતી. હેવ બાકીની 31 મેચોનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: રિવ્યૂના ચક્કરમાં વિરાટ કોહલી ફરી મજાકની સ્થિતિમાં મુકાયો, DRS લેવામાં કાચો રહે છે કોહલી

આ પણ વાંચોઃ IND vs ENG: 75 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો આ બેટ્સમેને, 1,717 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ચાન્સ મળ્યો અને ગોલ્ડન ડક મળ્યુ

Next Article