IPL 2021: ટૂર્નામેન્ટના આગળના તબક્કામાં જોસ બટલરના રમવાને લઇને આવ્યા આવા સમાચાર

|

Jun 22, 2021 | 12:08 PM

ઇંગ્લેન્ડના વિકેટકિપર અને બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) IPL 2021 ના આગળના તબક્કામાં નહી રમી શકે. આ માટે તેણે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ (England vs Bangladesh), વચ્ચે તેમજ ઇંગ્લેંડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચેની શ્રેણીનુ કારણ ધર્યુ છે.

IPL 2021: ટૂર્નામેન્ટના આગળના તબક્કામાં જોસ બટલરના રમવાને લઇને આવ્યા આવા સમાચાર
Jos Butler

Follow us on

ઇંગ્લેન્ડના વિકેટકિપર અને બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) IPL 2021 ના આગળના તબક્કામાં નહી રમી શકે. આ માટે તેણે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ (England vs Bangladesh), વચ્ચે તેમજ ઇંગ્લેંડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચેની શ્રેણીનુ કારણ ધર્યુ છે. ઇંગ્લેન્ડનો આ તોફાની બેટ્સમેન IPL 2021 માં રાજસ્થાન રોયલ્સની ટીમ વતી થી રમે છે. આમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને વધુ એક ઝટકો લાગી શકે છે.

બટલરે કહ્યુ હતુ કે, સામાન્ય રીતે આઇપીએલ ની તારીખો અન્ય આંતરરાષ્ટ્રીય મેચો સાથે નથી ટકરાતી. જેને લઇને ટૂર્નામેન્ટમાં ઉપલબ્ધ રહેવુ આસાન રહેતુ હતુ. જ્યારે તેના કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી ટકરાવ થશે, તો મારુ માનવુ છે કે ઇંગ્લેન્ડને પ્રાથમિકતા રહેશે.

IPL 2021 ને ગત મહિને બાયોબબલમાં કોરોના સંક્રમણ (Corona Virus) ફેલાવાને લઇને સ્થગીત કરી દેવાઇ હતી. 29 મેચો રમાયા બાદ ટૂર્નામેન્ટને અટકાવી દેવામાં આવી હતી. આમ 31 મેચોનુ આયોજન બાકી રહ્યુ હતુ. જે હવે ભારત થી ખસેડીને સંયુક્ત આરાબ અમીરાત (UAE) માં આયોજન લઇ જવાયુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આઇપીએલ 2021 ને લઇને હવે યુએઇમાં તૈયારીઓ માટેની કવાયત બીસીસીઆઇ દ્રારા શરુ કરી દેવામાં આવી છે. આગામી ઓક્ટોબર સપ્ટેમ્બર દરમ્યાન આઇપીએલ ની આગળની મેચો રમાનાર છે. આ માટે હજુ શિડ્યુલ જાહેર થયુ નથી અને તે માટેની રાહ જોવાઇ રહી છે. ભારતીય ટીમ ના ખેલાડીઓ ઇંગ્લેંડમાં 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમીને સીધા જ યુએઇ આઇપીએલના બાયોબબલમાં શિફ્ટ કરાનાર છે.

જોસ બટલરે ન્યુઝીલેન્ડ સામે રમાયેલ તાજેતરની શ્રેણી દરમ્યાન આરામ પર રહ્યો હતો. આમ તે ક્રિકેટ થી દૂર રાખીને આરામ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ એ બટલર ઉપરાંત પોતાના અનેક મહત્વના ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપ્યો હતો. આ સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમ એ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. 22 વર્ષ પછી ન્યુઝીલેન્ડ એ ઇંગ્લેંન્ડમાં ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી.

Next Article