IPL 2021: ઋષભ પંતે કહ્યુ પોતાનામાં યુવરાજ સિંહ દેખાય છે, હું પણ લગાવી શકુ છું છગ્ગા

23 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની કેપ્ટનશીપ સંભાળનારા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એ કહ્યુ કે, તે હંમેશા છગ્ગા લગાવવાનો શોખીન રહ્યો છે. તેણે ભારતીય ટીમ (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ની બેટીંગને યાદ કરી હતી

IPL 2021:  ઋષભ પંતે કહ્યુ પોતાનામાં યુવરાજ સિંહ દેખાય છે, હું પણ લગાવી શકુ છું છગ્ગા
Rishabh Pant-Yuvraj Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 01, 2021 | 8:51 AM

IPL 2021: 23 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની કેપ્ટનશીપ સંભાળનારા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એ કહ્યુ કે, તે હંમેશા છગ્ગા લગાવવાનો શોખીન રહ્યો છે. તેણે ભારતીય ટીમ (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ની બેટીંગને યાદ કરી હતી, હું પણ નાનપણ માં જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે તેમની જેમ તેના શોટ દરેક તરફ જતા હતા. પંતે કહ્યુ હતુ કે, જ્યારે તમે છગ્ગો લગાવો છો ત્યારે, તેમાં સ્વાભાવિક ખૂબ તાકાત લાગતી હોય છે. પરંતુ જ્યાર યુવી પાજી બેટીંગ કરતા હતા ત્યારે એમ લાગતુ કે, કોઇ તાકાત અને પ્રયાસ વિના જ છગ્ગા લગાવતા હોય છે કે જેમાં માત્ર ટાઇમીંગ હોય છે. તેમના દ્રારા લગાવવામાં આવેલા છગ્ગાઓને જોઇને ખૂબ જ સારુ લાગતુ હતુ, એ જોઇને લાગતુ હતુ કે આવુ પણ કંઇક થઇ શકે છે અને તે ચિજને હું મારી અંદર જોઉં છું. મને લાગે છે કે હું પણ યુવરાજ સિંહની માફક છગ્ગા લગાવી શકુ છુ.

ઋષભ પંતના કોચ રહેલા તારક સિંહા (Coach Tarak Sinha) એ કહ્યુ હતુ કે, યુવરાજ સિંહ ની માફક પંત સહજતા થી જ બોલને બાઉન્ડ્રી પાર કરાવી દેવાનો માર્ગ શોધી લીધો છે, જે સારી વાત છે. તેણે સોનેટ ક્રિકેટ મેદાન પર એક વાર બોલને મેદાનની બહાર મોકલીને કંઇક આવુ કરી દેખાડ્યુ હતુ. અનેક વાર તેણે પોતાની રમતના આ અંદાજને દર્શાવ્યો છે. જોકે આઇપીએલ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 48 બોલમાં 84 રનની ઇનીંગ તેની ખૂબ જ મહત્વની હતી. જેમાં તેણે પોતાને આ સમયના યુવરાજસિંહના રુપમાં રજૂ કર્યો હતો.

કોચ સિંહાએ કહ્યુ હતુ કે, પંત હંમેશા તાકાતવર બેટ્સમેન રહ્યો છે. હવે તેની તાકાત વધારે વધી ગઇ છે અને હવે તે તે લાંબો છગ્ગા લગાવવા લાગ્યો છે. આ જ એક ડર છે જે દરેક બેટસમેન એ બોલર પર બનાવવો જોઇએ જે પંત એ બનાવ્યો છે. ઋષભ પંતનો મર્યાદિત ઓવરની ક્રિકેટનો ગ્રાફ ઘણો સુધર્યો છે. જોકે ટેસ્ટમાં સારા પ્રદર્શન થી બીસીસીઆઇ ની સાથે લાંબા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થી તેને ઘણો ફાયદો મળ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પંત એ કહ્યુ હતુ કે, જ્યારે મેં યુવા બેટ્સમેન તરીકે કેરિયર શરુ કર્યુ હતુ, ત્યારે દિલ્હી એ મને મોકો આપ્યો હતો. એક ખેલાડી માટે તે મહત્વપૂર્ણ હોય છે કે, તેને કોઇએ પોતાનુ પ્રથમ બેકથ્રુ આપ્યુ હતુ. એટલા માટે જ મને હંમેશા યાદ રહેશે, કારણ કે 19 વર્ષની ઉંમરમાં મને મેચ રમવાનો મોકો આપવો એક આસાન નિર્ણય નહોતો. ખાસ પ્રકારે આઇપીએલ જેવા ફોર્મેટમાં જ્યા પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી, એટલે કોઇ મોકો આપે તો આપણે તેનો આભાર માનવો જોઇએ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">