IPL 2021: ટૂર્નામેન્ટની બાકીની મેચોનો જલ્દીથી કાર્યક્રમ થઈ શકે છે જાહેર, દશેરાએ ફાઈનલ મેચ રમાઈ શકે!

|

Jun 07, 2021 | 5:30 PM

IPL 2021 સ્થગીત થયા બાદ બાકી મેચોને શરુ થવાને લઈને ક્રિકેટ ફેન્સને તારીખ જાહેર થવાની ખૂબ ઉત્સુકતા છે. પરંતુ હવે તારીખો જાહેર થવાની બેતાબીનો અંત આવી શકે એમ છે.

IPL 2021: ટૂર્નામેન્ટની બાકીની મેચોનો જલ્દીથી કાર્યક્રમ થઈ શકે છે જાહેર, દશેરાએ ફાઈનલ મેચ રમાઈ શકે!
IPL Trophy

Follow us on

IPL 2021 સ્થગીત થયા બાદ બાકી મેચોને શરુ થવાને લઈને ક્રિકેટ ફેન્સને તારીખ જાહેર થવાની ખૂબ ઉત્સુકતા છે. પરંતુ હવે તારીખો જાહેર થવાની બેતાબીનો અંત આવી શકે એમ છે. IPLનું આયોજન 19 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. તેમજ 15 ઓક્ટોબરે ફાઈનલ મેચ (IPL Final Match) રમાઈ શકે છે. એટલે કે ફાઈનલ મેચ દશેરા (Dussehra)ના દિવસે જામી શકે છે તેવી મીડિયા રિપોર્ટસ પ્રમાણે જાણકારી સામે આવી રહી છે.

 

આ મામલા સાથે જોડાયેલા BCCI અધિકારીના હવાલા સુત્રથી જાણકારી આવી છે. IPLના આયોજનને લઈને BCCI અમિરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત યોગ્ય રહી છે. ભારતીય બોર્ડને ભરોસો છે કે દુબઈ, શારજાહ અને અબુધાબીમાં સફળતાપૂર્વક ટૂર્નામેન્ટ પુરી કરી લેવાશે. અધિકારીએ કહ્યું હતુ કે અમિરાત ક્રિકેટ બોર્ડ મૌખિક રુપે ટૂર્નામેન્ટ કરાવવાની મંજૂરી આપી ચુક્યુ છે. ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં પરવાનગી મળી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

IPLના બીજા તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી શરુ થશે. જ્યારે ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાનાર છે. BCCI 25 દિવસમાં બાકી રહેલી 31 મેચને યોજવામાં આવશે. વિદેશી ખેલાડીઓના રમવા અંગેના સવાલ પર અધિકારીએ કહ્યું વાતચીત ચાલુ હોવાની અને બોર્ડને સકારાત્મક પરિણામ મળવાની આશા છે. અમને આશા છે કે વધારે વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે. જો બે ત્રણ ખેલાડીઓ નથી પણ આવતા તો અમે આગળનો નિર્ણય કરીશું. જોકે આશા છે UAEમાં ટુર્નામેન્ટની બાકીની મેચો જોરશોરથી યોજાશે.

આઈપીએલ ટીમોને ભરોસો

તો વળી IPLની ટીમોને પણ BCCIના અન્ય બોર્ડ સાથેની વાતચીત કરીને વિદેશી ખેલાડીઓને ટુર્નામેન્ટમાં લઈ આવશે તેવો ભરોસો છે. એક ફેન્ચાઇઝી અધિકારીએ આ અંગે વાતચીત કરતા કહ્યુ હતુ કે BCCI SGM બાદ અમને જાણકારી મળી હતી કે બોર્ડ વિદેશી ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહ્યું છે. સાથે જ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે પણ પૂછવામાં આવી રહ્યુ છે.

 

આગળ કહ્યુ હતુ કે અમને ભરોસો છે કે BCCI સારુ સમાધાન નિકાળશે. હા અમને કેટલાક વિદેશી ખેલાડીઓની ખોટ વર્તાઈ શકે છે. તે અંગે ધ્યાન આપવાની જરુર છે. આવામાં આશા રાખવી જોઈએ કે ખેલાડીઓ આવશે. આ પહેલા કોરોના સંક્રમણને લઈને BCCIએ ગત મે માસની 5 તારીખે IPL 2021ને સ્થગીત કરી દીધી હતી. જે સમયે 29 મેચ રમાઈ હતી. હવે બાકી રહેલી 31 મેચોને યુએઈમાં પુરી કરવામાં આવનાર છે.

 

Next Article