IPL 2021 Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં RCB નો હર્ષલ પટેલ છે સૌથી આગળ, પ્રથમ તબક્કા થી રહ્યો છે સિઝનમાં નંબર-1

|

Sep 20, 2021 | 7:28 AM

IPL 2021 નું આયોજન બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કો ભારતમાં એપ્રિલ-મે મહિનામાં રમાયો હતો. જે બાદ કોરોનાને કારણે લીગ મુલતવી રાખવામાં આવી હતી. હવે લીગનો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે.

IPL 2021 Purple Cap: ઓરેન્જ કેપની રેસમાં RCB નો હર્ષલ પટેલ છે સૌથી આગળ, પ્રથમ તબક્કા થી રહ્યો છે સિઝનમાં નંબર-1
Hershal Patel

Follow us on

IPL 2021 નો બીજો તબક્કો રવિવારથી શરૂ થયો. લીગના પહેલા તબક્કામાં માત્ર 29 મેચ જ યોજાઈ શકી હતી, ત્યારબાદ કોરોનાને કારણે લીગ મુલતવી રાખવામાં આવી હતી. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાયેલી મેચ સાથે ફરી એક વખત લીગની શરૂઆત થઈ છે. આ સાથે, ફરી એકવાર પર્પલ કેપ (Purple Cap) માટેની રેસ પણ શરૂ થઈ ચૂકી છે.

આઈપીએલમાં પર્પલ કેપ મેળવવી દરેક બોલરનું સપનું હોય છે. તે બોલરને આપવામાં આવે છે જેણે લીગની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે. મોસમ દરમિયાન તેની સ્થિતિ બદલાય છે. આ કેપ એવા બોલરને આપવામાં આવે છે જે દરેક મેચ બાદ સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં પ્રથમ ક્રમે આવે છે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સના કાગીસો રબાડા પાસે આ પર્પલ ટોપી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. તેણે 17 મેચમાં 30 વિકેટ લીધી હતી. તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

હર્ષલ પટેલનો દબદબો જારી છે

RCB નો હર્ષલ પટેલ (Harshal Patel) લાંબા સમયથી આ રેસમાં મોખરે રહ્યો છે. તેણે અત્યાર સુધી સાત મેચમાં 17 વિકેટ લીધી છે. તેણે ઘણા દિગ્ગજોને પાછળ છોડ્યા બાદ પોતાને આ સ્થાને બનાવી રાખ્યો છે. IPL 2021 ના ​​પહેલા તબક્કામાં હર્ષલ પટેલે દબદબો જમાવ્યો હતો, પરંતુ ઘણા ખેલાડીઓ હવે તેને કાંટાની ટક્કર આપશે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ (Chennai vs Mumbai) વચ્ચે રમાયેલી મેચ સાથે લીગની 30 મેચ પૂર્ણ થઈ હતી. જોકે ત્યાર બાદ પણ પર્પલ કેપ રેસમાં બહુ ફરક પડ્યો નથી. હવે સોમવારે હર્ષલ પટેલની ટીમની મેચ રમાનારી છે. આમ તેની પાસે આજે પોતાના સ્થાનને વધૂ મજબૂત કરવાનો મોકો મળશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પ્રકારે રહી છે પર્પલ કેપની યાદી

1. હર્ષલ પટેલ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ 7 મેચ 17 વિકેટ-
2. અવેશ ખાન, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચ 14 વિકેટ
3. ક્રિસ મોરિસ, રાજસ્થાન રોયલ્સઃ 7 મેચ 14 વિકેટ
4. રાહુલ ચાહર, મુંબઈ ઈન્ડીયન્સઃ 8 મેચ 11 વિકેટ
5. રાશિદ ખાન, સનરાઇઝર્સ હૈદરાબાદઃ 7 મેચ 10 વિકેટ

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી નવ વર્ષ RCB ના કેપ્ટન પદે રહ્યો પરંતુ એક વાર પણ ટ્રોફી પોતાના હાથમાં ઉંચકી શક્યો નહી, માંડ ત્રણ વાર પ્લેઓફમાં પહોંચ્યો

 

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: ટોપ-5 માં પહોંચ્યો ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન હજુ પણ ટોચ પર

Next Article