IPL 2021, Purple Cap: ‘હેટ્રિક હિરો’ હર્ષલ પટેલને હવે સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની રેસમાં પહોંચવો મુશ્કેલ, બુમરાહ પણ રેસમાં સામેલ

|

Sep 27, 2021 | 9:30 AM

IPL 2021 ની પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં RCB ના હર્ષલ પટેલ (Harshal Patel) અને બીજા નંબરના બોલર વચ્ચે 8 વિકેટનું મોટું અંતર રહ્યું છે.

IPL 2021, Purple Cap: હેટ્રિક હિરો હર્ષલ પટેલને હવે સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની રેસમાં પહોંચવો મુશ્કેલ, બુમરાહ પણ રેસમાં સામેલ
Harshal Patel

Follow us on

IPL 2021 સીઝનનો રોમાંચ UAE માં ચાલુ છે અને શ્રેષ્ઠ મેચ સતત જોવા મળી રહી છે. રવિવાર 26 સપ્ટેમ્બરના રોજ, લીગના બીજા તબક્કાાાં બે મેચ યોજાઈ હતી. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK vs KKR) વચ્ચે થઈ હતી. અબુ ધાબીમાં રમાયેલી આ રોમાંચક મેચમાં એમએસ ધોની (MS Dhoni) ની ચેન્નાઈ એ કોલકાતાને છેલ્લા બોલ પર 2 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

દિવસની બીજી મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) સામસામે હતા. વિરાટની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) હર્ષલ પટેલ (Harshal Patel) ની હેટ્રિકના આધારે, મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ને 54 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે RCB એ 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને પોતાની પકડ મજબૂત કરી, જ્યારે મુંબઈ સાતમા સ્થાને સરકી ગયું હતુ.

દરેક મેચની જેમ આ બે મેચમાં પણ પર્પલ કેપ (Purple Cap) અને ઓરેન્જ કેપ (Orange Cap) રેસ પર પ્રભાવ જોવા મળ્યો હતો. અત્યારે, અહીં પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત છે. દરેક સીઝનના અંતે, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જે લીગમાં સૌથી વધુ વિકેટ લેવામાં સફળ રહે છે. દરેક મેચ બાદ આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જે તે સમયે આ યાદીમાં ટોચ પર હોય. અત્યાર સુધી આ સિઝનમાં હર્ષલ પટેલ આ કેપ પર કબજો જમાવી બેઠો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

39 મી મેચ બાદ પર્પલ કેપની સ્થિતી

આઇપીએલની છેલ્લી સીઝનમાં 17 મેચમાં 30 વિકેટ લેનાર દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવી હતી. પરંતુ આ વખતે આ રેસમાં મોખરે બેંગ્લોરનો હર્ષલ છે, જેને હવે પકડવો મુશ્કેલ લાગે છે. હર્ષલે મુંબઈ સામે યાદગાર હેટ્રિક સાથે 4 વિકેટ લીધી હતી. તો મેચમાં 3 વિકેટ લેનાર મુંબઈ ઈન્ડીયન્સનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ ટોપ 5 માં આવી ગયો છે. રવિવારે બંને મેચ બાદ, પર્પલ કેપ રેસમાં પરિસ્થિતિ આવી છે.

ટોપ-5 સામેલ બોલર

  1. હર્ષલ પટેલ (RCB) – 23 વિકેટ (10 મેચ)
  2. આવેશ ખાન (ડીસી) – 15 વિકેટ (10 મેચ)
  3. જસપ્રિત બુમરાહ (MI) – 14 વિકેટ (10 મેચ)
  4. ક્રિસ મોરિસ (RR) – 14 વિકેટ (8 મેચ)
  5. મોહમ્મદ શમી (PBKS) – 13 વિકેટ (10 મેચ)
  6. અર્શદીપ સિંહ (PBKS) -13 વિકેટ (8 મેચ)

 

 

આ પણ વાંચોઃ Pakistan: હવે શાહિદ આફ્રિદીનો બકવાસ, કહ્યુ કાશ્મીર લીગનો ભારતે બદલો લીધો, અમારી પણ કોઇ ‘ઇજ્જત’ છે

આ પણ વાંચોઃ IPL 2021, Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન ટોપ પર, ફાફ ડુ પ્લેસિસ રેસમાં સામેલ, રાહુલ પણ ધવનની નજીક પહોંચ્યો

Next Article