IPL 2021 Purple Cap: હર્ષલ પટેલનુ સ્થાન હજુ પણ કોઇ હલાવી શક્યુ નથી, સ્થાન મજબૂત રાખવા આજે વધુ એક તક

|

Oct 03, 2021 | 9:34 AM

IPL રમનાર દરેક બોલર શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરે છે. આ સાથે, તે સપનું જુએ છે કે તેના માથા પર પર્પલ કેપ (Purple Cap) સજે.

IPL 2021 Purple Cap: હર્ષલ પટેલનુ સ્થાન હજુ પણ કોઇ હલાવી શક્યુ નથી, સ્થાન મજબૂત રાખવા આજે વધુ એક તક
Harshal Patel, RCB

Follow us on

UAE માં રમાઈ રહેલી ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) તેના રોમાંચક તબક્કે પહોંચવાની છે. પ્લેઓફ માટેની લડાઈ તીવ્ર બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. હવે ટૂંક સમયમાં પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. આઈપીએલની આ સિઝન પ્લેઓફમાં પહોંચવાની છે. એક બોલર શરુઆત થી લઇને અત્યાર સુધી આગળ રહ્યો છે, જેના નામે આ સિઝનમાં હેટ્રિક પણ નોંધાઈ છે અને આ બોલરનું નામ હર્ષલ પટેલ (Harshal Patel) છે.

RCB તરફથી રમનાર હર્ષલ આ સિઝનમાં વિકેટ લેવાની બાબતમાં અત્યાર સુધી ટોચ પર છે. આજે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે હતી. બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાઈ હતી. પર્પલ કેપ (Purple Cap) રેસમાં ટોપ પર રહેલો હર્ષલ દૂર જવાનું નામ નથી લઈ રહ્યો. આઈપીએલમાં શનિવાર ડબલ હેડર દિવસ હતો પરંતુ પર્પલ કેપમાં ટોપ-5 ની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી.

હર્ષલ નંબર વન છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો આવેશ ખાન બીજા સ્થાને છે, પરંતુ તેની અને હર્ષલ વચ્ચે વિકેટનો તફાવત ઘણો વધારે છે. બીજી બાજુ પંજાબના ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહે ટોપ-5 માં પ્રવેશ કર્યો છે. તેણે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ લીધી હતી અને હવે તે ચોથા નંબરે આવી ગયો છે. પોતાની જ ટીમના મોહમ્મદ શામીએ આ મેચમાં એક વિકેટ લીધી હતી અને તે પાંચમા નંબરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બોલરો માટે સૌથી મોટો એવોર્ડ

IPL રમનાર દરેક બોલર શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કરે છે. આ સાથે, તે સપનું જુએ છે કે તેના માથા પર પર્પલ કેપ સજે. કારણ કે આઈપીએલમાં પર્પઝ કેપ એકમાત્ર એવોર્ડ છે, જે કોઈપણ બોલરની ક્ષમતા પર મહોર મારે છે. એટલા માટે દરેક બોલર પોતાની તમામ તાકાત લગાવીને આ કેપને પોતાના નામે કરવા માંગે છે.

સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને અંતે આ કેપ મળે છે. વળી, તેના હકદાર ટૂર્નામેન્ટ દરમ્યાન મેચના અંતે બદલાતા રહે છે. મેચ-બાય-મેચ પર્પલ કેપ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોના માથાને સજાવે છે. પરંતુ ટૂર્નામેન્ટના અંતે, તેને તે જ મળે છે, જેણે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

11 મેચમાં 26 વિકેટ

ટુર્નામેન્ટ દરમ્યાન, બોલરના માથા પર પર્પલ કેપ સજાવવામાં આવે છે, જે દરેક મેચ પછી એકંદરે સૌથી વધુ વિકેટ લે છે. હાલમાં RCB ના હર્ષલ પટેલ આ મામલે મોખરે છે. તેણે 11 મેચમાં 26 વિકેટ લીધી છે. આઈપીએલની છેલ્લી સીઝનમાં 17 મેચમાં 30 વિકેટ લેનાર દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડાના માથા પર પર્પલ કેપ શણગારવામાં આવી હતી.

સિઝનના પહેલા હાફના અંતે, RCB ના હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ હતા. હર્ષલ પટેલ આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવા માટે ડ્વેન બ્રાવો (32) પર નજર રાખી રહ્યો છે.

આ પર્પલ કેપના ટોચના 5 બોલર

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 11 મેચ, 26 વિકેટ
2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 11 મેચ, 18 વિકેટ
3. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ) – 11 મેચ, 16 વિકેટ
4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) -10 મેચ 16 વિકેટ
5. મોહમ્મદ શામી (પંજાબ કિંગ્સ) – 12 મેચ, 15 વિકેટ

 

 

 

આ પણ વાંચોઃ RCB vs PBKS, IPL 2021 Match Prediction: કેએલ રાહુલ આજે વિરાટ કોહલી સામે પ્લેઓફની રેસમાં ટકવા જીત મેળવવા ટક્કર લેશે

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ હિટ ‘રૈના’ સુપર ફ્લોપ, ધોનીનો ભરોસો કહેવાતા સુરેશ રૈના એ 13 સિઝનમાં આટલુ કંગાળ પ્રદર્શન પ્રથમ વાર કર્યુ

Next Article