IPL 2021: પહેલા ક્યારેય ના જોવા મળ્યો હોય એવા અનોખો અંદાજમાં જોવા મળ્યો ધોની
ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન પ્રથમ હાલ્ફમાં શાનદાર રહ્યુ હતુ. હવે બીજા હાલ્ફમાં પણ આવા જ શાનદાર પ્રદર્શનને જાળવી રાખી ટીમ પ્લેઓફમાં પહોંચવા પ્રયાસ કરશે.
મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) એક વાર ફરી થી ક્રિકેટના મેદાનમાં ઉતરનાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વતી IPL 2021 નો ટીમનો કેપ્ટન છે. ધોની એપ્રિલ-મે મહિનામાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ કોરોના વાયરસના કેસોને કારણે ટૂર્નામેન્ટને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. હવે બાકીની મેચ યુએઈ માં રમાશે.
IPL 2021 નો બીજો ભાગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. પરંતુ આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એકદમ અનોખા અવતારમાં દેખાયો છે. ધોની આ પહેલા ક્યારેય આ સ્ટાઇલમાં દેખાયો નથી. અત્યારે તેના નવા લુકની માત્ર એક ઝલક જોવા મળી છે. IPL ના પ્રસારણકર્તા એ ધોનીના આ નવા અવતારની ઝલક રજૂ કરી છે.
પ્રસારણ ટીમે ધોનીનો એક નવો ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો. સાથે લખ્યુ હતુ કે, એમએસ ધોની આઇપીએલ પહેલાં કંઈક નવું કરવા માટે તૈયારી કરી રહ્યું છે. અસલી પિક્ચર જોવા માટે જોડાયેલા રહો. #AsliPictureAbhiBaakiHai. ફોટામાં ધોની કોઇ હિપહોપ સ્ટાર ની માફક જોવા મળી રહ્યો છે. તેના બાલ સ્પાઇક્સ ના અંદાજમાં સફેદ રંગમાં રંગેલા છે. સાથે જ પર્પલ કલરનો એક ફંકી કૂર્તો તેણે પહેર્યો છે. તેના હાથમાં કડું પણ પહેરેલુ જોવા મળી રહ્યુ છે.
#MSDhoni‘s up to something new before #VIVOIPL! 🧐
Stay tuned for the Asli Picture!#AsliPictureAbhiBaakiHai pic.twitter.com/4w51ynIrs0
— Star Sports (@StarSportsIndia) August 19, 2021
ફોટા થી લાગી રહ્યુ છે કે, પ્રસારણ કર્તાએ IPL 2021ના બીજા હાલ્ફનો પ્રોમો તૈયાર કરી લીધો હતો. પહેલાની માફક જ આ વખતે ધોનીના દ્વારા જ ટૂર્નામેન્ટનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો.
પ્રદર્શન જાળવવા કરશે કોશિષ
IPL 2021 ના બીજા હાલ્ફની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે. જ્યારે ટુર્નામેન્ટ સ્થગીત કરવામાં આવી ત્યારે, ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે હતું. તેણે સાતમાંથી પાંચ મેચ જીતી હતી. ધોનીની ટીમ બીજા હાલ્ફમાં પણ આવું જ પ્રદર્શન કરી પ્લેઓફની ટિકિટ મેળવવા ઈચ્છશે.
ગયા વર્ષે જ્યારે આઈએપીએલ UAE માં થઈ હતી, ત્યારે CSK સાતમા ક્રમે રહી હતી અને ઈતિહાસમાં પ્રથમ વખત પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. જોકે આ વર્ષે પણ IPL માં ધોનીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. તે સાત મેચમાં માત્ર 37 રન જ બનાવી શક્યો હતો. 18 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 123.33 છે.