IPL 2021, MI vs DC:અક્ષર પટેલ અને આવેશ ખાન સામે મુંબઇ મુશ્કેલીમાં, દિલ્હી સામે 130 રનનો આસાન પડકાર કર્યો

|

Oct 02, 2021 | 5:26 PM

IPL 2021 પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ 11 માંથી 8 મેચ જીતીને બીજા સ્થાને છે, જ્યારે મુંબઈ (Mumbai Indians) ની ટીમ પાંચ મેચ જીતીને પાંચમા સ્થાને છે.

IPL 2021, MI vs DC:અક્ષર પટેલ અને આવેશ ખાન સામે મુંબઇ મુશ્કેલીમાં, દિલ્હી સામે 130 રનનો આસાન પડકાર કર્યો

Follow us on

IPL 2021 ની 46 મી મેચ આજે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે શારજાહમાં રમાઇ રહી છે. ટોસ જીતીને દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) પહેલા બોલીંગ પસંદ કરી હતી. તેનો આ દાવ સફળ રહ્યો હોય એમ મુંબઇને નિયંત્રણમાં રાખી શકાયુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma) સહિતના મુંબઇના બેટ્સમેનો આજે ફ્લોપ રહ્યા હતા. મુંબઇએ 20 ઓવરના અંતે 8 વિકેટે 129 રન બનાવ્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સની બેટીંગ

મજબૂત ગણાતી મુંબઇની ટીમ માટે બીજો તબક્કો સંઘર્ષભર્યો રહ્યો હતો. આજની મેચમાં પણ મુંબઇના બેટ્સમેનોએ ચાહકોને નિરાશ કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 7 જ રન કરી શક્યો હતો. ટીમના 8 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ કેપ્ટનના આઉટ થવા પર ગુમાવી હતી. ત્યાર બાદ ઓપનર ક્વિન્ટન ડિકોક પણ 18 બોલમાં 19 રન કરીને પરત ફર્યો હતો.

સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 26 બોલમાં 33 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. સૌરભ તિવારીએ 18 બોલમાં 15 રન કર્યા હતા. કિયરોન પોલાર્ડ 6 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એમ બંને ભાઇઓએ બાદમાં સ્કોર બોર્ડને સન્માનજનક બનાવવાની જવાબદારી સંભાળી હતી. જોકે હાર્દિક પંડ્યા 18 બોલમાં 17 રન કરીને બોલ્ડ થયો હતો. કૂલ્ટર નાઇલ 1 રન, જયંત યાદવ 11 રન અને બુમરાહ 1 રન અણનમ રહ્યો હતો. કૃણાલ પંડ્યા 13 રન કરીને અણનમ રહ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

અક્ષર પટેલે આજે મુંબઇની મુશ્કેલીઓ વધારી દીધી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. તેને વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ. આવેશ ખાને 3 ઓવરમાં માત્ર 8 જ રન આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નોર્ત્જેએ 4 પૈકી એક ઓવર મેઇડન કરીને એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: કેએલ ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર છે, જુઓ ટોપ -5નું લીસ્ટ

આ પણ વાંચોઃ IPL 2021: શાહરુખ ખાને વિરાટ કોહલી અને એમએસ ધોની ને આપી દીધો આ મોટો પડકાર, પંજાબ કિંગ્સની જીત બાદ હુંકાર

Published On - 5:21 pm, Sat, 2 October 21

Next Article