IPL 2021, KKR vs RR: પ્લેઓફની આશાએ કોલકાતાનો મરણીયો પ્રયાસ, રાજસ્થાન સામે 4 વિકેટે 171 નો સ્કોર ખડક્યો

|

Oct 07, 2021 | 9:17 PM

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પોઇન્ટ ટેબલમાં હાલમાં ચોથા સ્થાન પર છે, પોતાનુ સ્થાન જાળવી રાખવા માટે રન રેટ સાથે જીત મેળવવાના પ્રયાસમાં છે.

IPL 2021, KKR vs RR: પ્લેઓફની આશાએ કોલકાતાનો મરણીયો પ્રયાસ, રાજસ્થાન સામે 4 વિકેટે 171 નો સ્કોર ખડક્યો
Venkatesh Iyer-Shubman Gill

Follow us on

IPL 2021 ની 54 મી મેચ શારજાહમાં આજે દિવસની બીજી મેચના રુપે રમાઇ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે મેચ રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે કોલકાતાએ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને ટકી રહેવા માટે મોટી જીતની આશાએ શરુઆત થી જ ફટકાબાજી ભરી રમત અપનાવી હતી. શુભમન ગિલ (Shubman Gill) ના અર્ધશતક સાથે KKR એ 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા.

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

ટોસ હારીને મેદાને રમતમાં ઉતરેલી KKR ની ટીમે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. બંને ઓપનરોએ સારી શરુઆત રાજસ્થાન સામે બેટીંગ કરતા આપી હતી. શુભમન ગિલે બેક ટુ બેક બીજુ અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 40 બોલમાં અર્ધ શતક 2 છગ્ગા સાથે પુર્ણ કર્યુ હતુ. તેણે 44 બોલમાં 56 રન કર્યા હતા. વેંક્ટેશન ઐય્યરે 35 બોલમાં 38 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા વડે પોતાની રમત રમી હતી.

નિતીશ રાણા 5 બોલમાં 12 રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. તે વધુ એક છગ્ગો લગાવવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 14 બોલમાં 21 રન કરીને વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક અને કેપ્ટન ઇયોન મોર્ગને સ્કોરને પડકારજનક બનાવાવ માટે પ્રયાસ કર્યો હતો. અણનમ રહેલા કાર્તિકે 1 છગ્ગા સાથે 11 બોલમાં 14 રન કર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગને અણનમ 13 રન 11 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગા વડે કર્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

15 ઓવર પહેલા જ રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju SamSon) 7 બોલરોને અજમાવી લીધા હતા. પરંતુ કોલકાતા એક્સપ્રેસ રોકાવાનુ નામ લઇ રહી નહોતી. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે 4 ઓવર કરીને 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

રાહુલ તેવટિયાએ એક ઓવર કરીને 11 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન ફિલીપ્સે 1 ઓવરમાં 17 રન લુટાવ્યા હતા. મુસ્તફિઝુર રહેમાને 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 35 રન ગુમાવ્યા હતા. શિવમ દુબેએ 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, હસતા હસતા જોડી ભેટી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સે રાહુલની શાનદાર રમતે ચેન્નાઇ સુપર કિંગ્સને કચડ્યુ, 6 વિકેટે પંજાબનો વિજય

Next Article