IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે હર્ષલ પટેલે હેટ્રિક લઇને રચ્યો ઇતિહાસ, હાર્દિક, પોલાર્ડ અને ચાહરનો કર્યો શિકાર

|

Sep 26, 2021 | 11:57 PM

હર્ષલ પટેલે (Harshal Patel) IPL 2021 ની સિઝનની પ્રથમ હેટ્રિક ઝડપી છે. તેની આ હેટ્રિકે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની રન ચેઝ કરવાની થોડીગણી આશાને પણ ખતમ કરી દીધી હતી.

IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે હર્ષલ પટેલે હેટ્રિક લઇને રચ્યો ઇતિહાસ, હાર્દિક, પોલાર્ડ અને ચાહરનો કર્યો શિકાર

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના હર્ષલ પટેલે (Harshal Patel) ઈતિહાસ રચ્યો છે. તેણે IPL 2021 માં હેટ્રિક લીધી હતી. તેણે મુંબઈ ઇન્ડિયન્સ સામે આશ્ચર્યજનક કર્યું. હર્ષલ પટેલે હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચાહરને આઉટ કરીને IPL ની હેટ્રિક પૂરી કરી હતી. આ સિઝનની આ પ્રથમ હેટ્રિક છે.

હર્ષલ પટેલ હેટ્રિક લેનાર ત્રીજો RCB બોલર છે. હર્ષલ પહેલા, પ્રવીણ કુમારે 2010 માં અને 2017 માં સેમ્યુઅલ બદ્રીએ RCB માટે હેટ્રિક લીધી હતી. આ સાથે જ હર્ષલ મુંબઈ સામે આવું પરાક્રમ કરનારો ત્રીજો ખેલાડી પણ છે. તેના પહેલા સેમ્યુઅલ બદ્રી અને રોહિત શર્માએ મુંબઈ સામે હેટ્રિક લીધી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

હર્ષલ પટેલે મુંબઈ ઈન્ડીયન્સ સામે 17 રનમાં ચાર વિકેટ લીધી હતી. જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ માત્ર 111 રનમાં જ સમેટાઈ ગઈ હતી. 165 રનનો પીછો કરતી વખતે તેમની આ હાલત થઇ હતી. હર્ષલે પહેલા હેટ્રિક લીધી અને પછી તેની અંતિમ ઓવરના પ્રથમ બોલે એડમ મિલ્ને ને આઉટ કરીને ચોથી વિકેટ મેળવી હતી. હર્ષલની આશ્ચર્યજનક રમતને કારણે મુંબઈની ટીમ પાંચ વિકેટે 106 રનના સ્કોરે હતી, તે 111 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ આ સિઝનમાં છઠ્ઠી જીત નોંધાવી છે અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

 

 

 

 

ચહલે પણ બતાવ્યો દમ

હર્ષલે જબરદસ્ત બોલીંગ કરતા તેની ત્રીજી અને ઇનીંગની 17મી ઓવરના પહેલા ત્રણેય બોલ પર ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પહેલા હાર્દિક બીજા બોલે પોલાર્ડ અને ત્રીજા બોલે ચાહરની વિકેટ ઝડપી હતી. હર્ષલે મેચમાં 4 વિકેટ 3.1 ઓવરમાં 17 રન આપીને ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 1 મેઇડન ઓવર કરીને 4 ઓવરમાં 11 રન આપી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 3 વિકેટ મેળવી હતી. ગ્લેન મેક્સવેલે બેટ બાદ બોલ થી પણ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 ઓવરમાં 23 રન કરીને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !

આ પણ વાંચોઃ RCB vs MI, IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે કોહલીનો ‘વિરાટ’ વિજય, હર્ષલ પટેલની હેટ્રીક

 

 

 

Published On - 11:48 pm, Sun, 26 September 21

Next Article