IPL 2021: ગુજરાતી હર્ષલ પટેલે દર્શાવ્યો દમ, 5 વિકેટ ઝડપવા સાથે જ સર્જી દીધો રેકોર્ડ

મુંબઇ ઈન્ડીન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે IPL 2021ની પ્રથમ મેચમાં જ હર્ષલ પટેલે (Harshal Patel) તેની કમાલની બોલીંગથી ઝળકી ઉઠ્યો હતો.

IPL 2021: ગુજરાતી હર્ષલ પટેલે દર્શાવ્યો દમ, 5 વિકેટ ઝડપવા સાથે જ સર્જી દીધો રેકોર્ડ
Hershal Patel
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 11:33 PM

મુંબઇ ઈન્ડીન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે IPL 2021ની પ્રથમ મેચમાં જ હર્ષલ પટેલે (Harshal Patel) તેની કમાલની બોલીંગથી ઝળકી ઉઠ્યો હતો. તેણે અદ્ભૂત બોલીંગ કરીને અંતિમ ઓવરમાં મુંબઈ માટે મુશ્કેલી સર્જી દીધી હતી. તેણે જબરદસ્ત બોલીંગ વડે 5 વિકેટ ઝડપી હતી. મુંબઈના તોફાની બેટ્સમેનોને તેણે ઘૂંટણ ટેકાવી દીધા હતા. હરિયાણાની ઘરેલુ ક્રિકેટમાં રમવાવાળા ગુજરાતના હર્ષલ પટેલે 27 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

આ આંકડાઓ દ્વારા તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા હતા. આ તેનુ T20 ક્રિકેટમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતુ. સાથે જ તેણે T20 ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ IPLમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ બોલર બન્યો છે. આઠ વર્ષ બાદ RCBના કોઈ બોલરે પાંચ વિકેટ હાંસલ કરી છે. હર્ષલ આઈપીએલની એક મેચમાં પાંચ વિકેટ ઝડપનારો પ્રથમ અનકેપ્ડ પ્લેયર પણ છે. એટલે કે તે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતના સાણંદના આ જમણેરી પેસરે મેચમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ અને માર્કો યાનસન જેવા ખેલાડીઓની વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે મુંબઈની ઈનીંગમાં આખરી ઓવર કરી હતી, જેમાં તેણે માત્ર એક જ રન આપ્યો હતો. અંતિમ ઓવરમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. આઈપીએલ 2021ની ઓપનિંગ મેચમાં આરસીબી માટે હર્ષલ પટેલ જ્યારે પણ બોલ લઈને આવ્યો તે વિકેટ લેતો જોવા મળ્યો. તેણે મેચમાં યોર્કરનો શાનદાર ઉપયોગ કર્યો હતો. જેને લઈને હર્ષલને પ્રથમ વિકેટ હાર્દિક પંડ્યાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યારબાદ ઈશાન કિશનને પણ આઉટ કર્યો. જોકે અંપાયરે પહેલા નોટ આઉટ આપ્યો હતો, પરંતુ ડીઆરએસ દ્વારા તેને વિકેટ પ્રાપ્ત થઈ હતી.

અંતિમ ઓવર નાંખવાની તેની જવાબદારી વિરાટ કોહલીએ હર્ષલ પટેલને આપી હતી. તેણે ભરોસો પાર પાડી બતાવ્યો હતો અને પ્રથમ બોલ પર જ કૃણાલ પંડ્યાને શિકાર બનાવ્યો હતો. આગળના બોલ પર કિરોન પોલાર્ડને પણ વોશિંગ્ટન સુંદરના હાથે ઝડપાવ્યો હતો. આવામાં પટેલ હેટ્રીક પર હતો. તેની સામે આગળના બોલ પર પ્રથમ મેચ રમી રહેલો માર્કો યાનસન હતો. જોકે હર્ષલ નો બોલ લેટ સ્ટંપ મીસ કરી ગયો હતો. આમ તે હેટ્રીક ચુકી ગયો હતો. જોકે તેના આગળના બોલ પર યાનસનને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. હર્ષલ પટેલે T20 ક્રિકેટમાં પાંચ વિકેટ પુરી કરી હતી. તેણે તેના અંતિમ 11 બોલમાં પાંચ વિકેટ ઝડપી હતી.

દિલ્હીથી બેંગ્લોર આવ્યો છે હર્ષલ પટેલ ગુજરાતમાં જન્મેલો અને તેનુ પરિવાર અમેરિકા સેટ થયેલુ છે. પરંતુ તે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલો છે. આ પહેલા પણ તે આરસીબીથી રમી ચુક્યો છે, પરંતુ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ગઈ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ સાથે હતો. જોકે આઈપીએલ 2021માં તેને આરસીબીએ ટ્રેડ દ્વારા પરત લઈ લીધો હતો. હવે તેણે પ્રથમ મેચમાં જ પોતાના પ્રદર્શનની જબરદસ્ત છાપ છોડી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">