IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !

|

Sep 26, 2021 | 10:35 PM

IPL 2021: પ્રથમ બેટિંગ કરતા KKR એ છ વિકેટે 171 રન બનાવ્યા હતા. છેલ્લા બોલ પર ચેન્નાઇ (Kolkata Knight Riders) એ લક્ષ્યનો પીછો કર્યો અને બે વિકેટની રોમાંચક જીત નોંધાવી.

IPL 2021: ઇયોન મોર્ગને કહ્યુ, અમે રવિન્દ્ર જાડેજા સામે હારી ગયા, તે એવુ રમે છે કે તેની સામે કંઇ કરવાનુ રહેતુ નથી !
Ravindra Jadeja

Follow us on

IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે જીત્યા બાદ, ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે તેની ટીમ KKR સામે બહુ સારી રીતે રમતી નહોતી, પરંતુ તે પછી પણ જીત નોંધાવવી સુખદ લાગી રહી હતી. આ દરમ્યાન KKR ના કેપ્ટન ઇઓન મોર્ગને (Eoin Morgan) પણ સ્વીકાર્યું કે, બંને ટીમોએ સારી રમત બતાવી. જોકે તેણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ તેની પાસેથી મેચ છીનવી લીધી.

આ મેચમાં KKR એ છ વિકેટે 171 રન બનાવ્યા હતા. પરંતુ ચેન્નાઇએ અંતિમ બોલ પર લક્ષ્ય હાંસલ કર્યું અને બે વિકેટથી રોમાંચક જીત નોંધાવી. CSK ને છેલ્લી બે ઓવરમાં 26 રનની જરૂર હતી. આવા સમયે જાડેજાએ 19 મી ઓવરમાં 21 રન ફટકારીને ટીમને જીતના ઉંબરા પર લાવી હતી. IPL 2021 ફરી શરૂ થયા બાદ, ત્રણ મેચમાં ત્રણ જીત નોંધાવનાર ચેન્નાઈની ટીમ હવે પ્લેઓફની નિશ્વિત દાવેદારી પહોંચી ગઈ છે.

ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘આ એક શાનદાર જીત હતી. ક્યારેક તમે સારું ક્રિકેટ રમો છો અને તમે હારી જાવ છો. જ્યારે તમે સારુ રમતા નથી પણ જીત મેળવો છો, ત્યારે મજા આવે છે. બંને ટીમોએ સારું ક્રિકેટ રમ્યું અને દર્શકોએ તેનો આનંદ માણ્યો. અમે ટુકડાઓમાં સારી બોલિંગ કરી. ઝડપી બોલરો માટે તે સરળ નહોતું. અમે તેને ટૂંકા સ્પેલ આપવાનો પ્રયત્ન કર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

170 નો સ્કોર મેળવી શકાયો હતો. જ્યારે જાડેજા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બોલ સરળતાથી આવી રહ્યો હતો અને અટકતો ન હતો. અમે જે રીતે શરૂઆત કરી હતી તેમ છતાં, કેકેઆર વિજયની નજીક પહોંચ્યુ તે પ્રશંસાને પાત્ર છે. અમે ચિંતિત હતા કે વિકેટ કેવી હશે. વિકેટ પર રમતી વખતે, ક્યારેક ગ્રાઉન્ડસમેન વધારે પાણી ઉમેરે છે અને થોડું વધારે ઘાસ છોડી દે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેનો લાભ લઇ લેવો.

જાડેજાએ કહ્યું, ટેસ્ટ બાદ T20 રમવું સહેલું નથી

મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા, તેણે અંતિમ ઓવરો દરમ્યાન આઠ બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે કેટલાક અઠવાડિયા સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ ટૂંકા ફોર્મેટમાં પ્રદર્શન કરવું સહેલું નથી. જાડેજાએ કહ્યું, તે મુશ્કેલ છે. તમે પાંચ દિવસીય ક્રિકેટ રમી રહ્યા છો, પછી તમે મર્યાદિત ઓવરોમાં રમો છો. હું મારી બેટિંગ પર કામ કરી રહ્યો હતો. 19 મી ઓવરમાં બનાવેલા રનથી મેચ ફેરવાઈ ગઈ હતી. પરંતુ ઋતુરાજ (ગાયકવાડ) અને ફાફ (ડુ પ્લેસિસ) એ અમને સારી શરૂઆત આપી હતી.

મોર્ગને સ્વીકાર્યું કે તે જાડેજા સામે હારી ગયા

કેકેઆરના કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે, તેમની ટીમે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે કહ્યું, બંને ટીમોએ સારી બેટિંગ કરી હતી. અમે અમારી ટીમમાં ખામી શોધી શકતા નથી. ટુર્નામેન્ટનો બીજો તબક્કો અમારા માટે ઘણો સારો રહ્યો છે. અમે અમારા માટે જીતવાની તકો ઉભી કરી છે. જાડેજા એવુ જ રમે છે જેમ સેમ કરન ઈંગ્લેન્ડ માટે રમે છે. ત્યારે આવામાં તમારે ખાસ કંઇ કરવાનું નથી રહેતુ હોતુ.

 

 

આ પણ વાંચોઃ Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs KKR: કલકત્તા સામે ચેન્નાઇએ અંતિમ બોલે 2 વિકેટે જીત મેળવી, રવિન્દ્ર જાડેજાની આક્રમક રમતે અંતમાં મેચ રોમાંચક બનાવી

 

Next Article