IPL 2021: દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ અને શ્રેયસ ઐયરના સ્થાને નવા બે ખેલાડીઓને કર્યા રિપ્લેસ, જાણો

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ IPL 2021માં કોરોના વાઈરસ અને ઈજાને લઈને તેના બે મુખ્ય ખેલાડીઓને સ્થાને રિપ્લેસમેન્ટને સામેલ કર્યા છે. જેમાં અક્ષર પટેલ (Axar Patel)ના સ્થાન પર મુંબઈના શમ્સ મુલાણી (Shams Mulani)નો સમાવેશ કર્યો છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ અને શ્રેયસ ઐયરના સ્થાને નવા બે ખેલાડીઓને કર્યા રિપ્લેસ, જાણો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 8:03 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)એ IPL 2021માં કોરોના વાઈરસ અને ઈજાને લઈને તેના બે મુખ્ય ખેલાડીઓને સ્થાને રિપ્લેસમેન્ટને સામેલ કર્યા છે. જેમાં અક્ષર પટેલ (Axar Patel)ના સ્થાન પર મુંબઈના શમ્સ મુલાણી (Shams Mulani)નો સમાવેશ કર્યો છે. જ્યારે શ્રેયસ ઐયર (Shreas Iyer)ના સ્થાન પર અનિરુદ્ધ જોશી (Anirudha Joshi)ને લવાયો છે. અક્ષર પટેલ હાલમાં કોરોના વાયરસ સંક્રમિત છે. તે ક્વોરન્ટાઈન હોવા દરમ્યાન કોરોના પોઝિટીવ જણાયો હતો.

ત્યારબાદથી તે સ્વસ્થ થઈ પરત ફરી શક્યો નથી. તે હાલમાં આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યો છે. જે BCCIની મેડિકલ ફેસિલીટી હેઠળ છે. આવામાં થોડા સમય માટે તેના સ્થાન પર રિપ્લેસમેન્ટના રુપે શમ્સ મુલાણીને સામેલ કરવામાં આવ્યો છે. મુલાણી પણ અક્ષરની માફક જ ડાબા હાથનો ફિરકી બોલર છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

મુંબઈનો ખેલાડી છે મુલાણી શમ્સ મુલાણી કોરોના રિપ્લેસમેન્ટના નિયમોનુસાર દિલ્હીમાં આવ્યો છે. જે નિયમ ધારા 6.1(C) હેઠળ ફેન્ચાઈઝી શોર્ટ ટર્મ માટે કોઈ ખેલાડીને રિપ્લેસમેન્ટના રુપમાં સામેલ કરી શકે છે. આમ ત્યાં સુધી રાખી શકાય છે, જ્યાં સુધી તેનો મુખ્ય ખેલાડી પરત ટીમમાં ના આવે. આવામાં મુલાણી દિલ્હીની સાથે ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી અક્ષર પટેલ ફિટ થઈને પરત ટીમમાં ના આવે. જોકે અક્ષર પટેલના આવવા બાદ પણ મુલાણી કોઈ અન્ય ટીમ સાથે જોડાઈ શકશે નહીં. શમ્સ મુલાણી હાલમાં મુંબઈ માટે 10 ફર્સ્ટ ક્લાસ, 30 લિસ્ટ એ અને 25 T20 મેચ રમી ચુક્યો છે. તે પ્રથમવાર આઈપીએલની કોઈ ટીમમાં સામેલ થયો છે.

રોયલ્સ અને RCB સાથે રહી ચુક્યો છે અનિરુદ્ધ જોષી

ખભાની ઈજાને લઈને આઈપીએલ 2021થી બહાર થયેલા શ્રેયસ ઐયરના સ્થાન પર કર્ણાટકના અનિરુદ્ધ જોષીને શામેલ કર્યો છે. ઐયરને ઈંગ્લેંડ સામેની વન ડે શ્રેણી રમવા દરમ્યાન ઈજા પહોંચી હતી. તેના બહાર થવા પર દિલ્હીએ ઋષભ પંતને કેપ્ટન બનાવ્યો હતો. ઐયરના સ્થાન પર આવેલ જોષી મિડલ ઓર્ડર બેટ્સમેન અને ઓફ સ્પિનર છે. તે દિલ્હીના પહેલા આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સાથે પણ રહી ચુક્યો છે. તે ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક ના માટે રમે છે, તેણે અત્યાર સુધીમાં 17 લીસ્ટ એ અને 22 T20 મેચ રમી છે.

આ પણ વાંચો: RR VS DC, LIVE SCORE IPL 2021 : સંજુ સૈમસનએ લીધો સનસનીખેજ કેચ, દિલ્લીને લાગ્યો બીજો ઝટકો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">