IPL 2021: એનરિક નોર્ત્જેએ એટલી ઝડપે બોલ નાંખ્યા કે SRH ના બેટ્સમેનોને બોલ જોવો મુશ્કેલ બન્યો, સિઝનનો સૌથી ઝડપી બોલ નાંખ્યો

|

Sep 22, 2021 | 10:11 PM

એનરિક નોર્ત્જે IPL માં પ્રવેશ્યા ત્યારથી જ સતત ઝડપી બોલીંગની આગ વરસાવી રહ્યો છે. છેલ્લી સીઝનમાં પણ નોર્ત્જે એ તેની ઝડપથી બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.

IPL 2021: એનરિક નોર્ત્જેએ એટલી ઝડપે બોલ નાંખ્યા કે SRH ના બેટ્સમેનોને બોલ જોવો મુશ્કેલ બન્યો, સિઝનનો સૌથી ઝડપી બોલ નાંખ્યો
Anrich Nortje

Follow us on

IPL 2021 ના ​​બીજા તબક્કામાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyerabad) વચ્ચે રમાઈ રહેલી મેચમાં એક બોલરે અદભૂત બોલિંગ કરી છે. એવુ પ્રદર્શન જોઈને બેટ્સમેનો ધ્રુજવા એ પણ સ્વાભાવિક છે. આવો બોલર દિલ્હી કેપિટલ્સનો એનરિક નોર્ત્જે (Anrich Nortje) છે. આ જમણા હાથના દક્ષિણ આફ્રિકન બોલરે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં IPL 2021 નો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો.

આશ્ચર્યજનક બાબત એ છે કે નોર્ત્જે એ આગળની ઓવરમાં પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. ત્યાર બાદ વધુ એક બોલ ફેંક્યો, જે આ IPL ની આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ નોંધાઇ ગયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલિંગ કરવા આવેલા દિલ્હી કેપિટલ્સની પ્રથમ ઓવર માટે બોલ નોર્ત્જેના હાથમાં હતો. નોર્ત્જે એ આ ઓવરમાં 150.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તે સિઝનનો સૌથી ઝડપી બોલ રહ્યો હતો પરંતુ નોર્ત્જે તેની આગળની ઓવરમાં તેના થી પણ વધારે ઝડપી બોલ ફેંક્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નોર્ત્જે એ પોતાની બીજી ઓવરનો બીજો બોલ પણ અગાઉ કરતા વધુ ઝડપી ફેંક્યો હતો. તેણે આ બોલને 151.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નાંખ્યો હતો. જે આ આઈપીએલ સીઝનમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ હતો. આ પહેલા કાગિસો રબાડાએ 148.73 ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે આ સીઝનનો સૌથી ઝડપી બોલ હતો. રબાડાએ તે ઝડપી બોલ આઇપીએલ 2021 ના પહેલા તબક્કામાં ફેંક્યો હતો.

 

સતત આગ નિકાળી

એવું નથી કે નોર્ત્જે એ માત્ર બે બોલમાં ઝડપ બતાવી છે. તે આ મેચમાં સતત આગ લગાવી રહ્યો હતો. તેણે 151.37, 150.83, 149.97, 149.29, 148.76 ની ઝડપે બોલિંગ પણ કરી હતી. નોર્ત્જે એ પહેલી જ ઓવરમાં સનરાઇઝર્સને ફટકો આપ્યો હતો. તેણે પહેલી જ ઓવરના ત્રીજા બોલ પર સનરાઇઝર્સના ઓપનર ડેવિડ વોર્નરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

નોર્ત્જે એ વોર્નરને બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો જે લેગ સ્ટમ્પ તરફ હતો. વોર્નરે તેને લેગ સ્ક્વેર પર રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ સહેજ બહાર આવ્યો અને વોર્નરના બેટની ઉપરની ધાર લીધી. અક્ષર પટેલે તેનો સરળ કેચ પકડ્યો હતો. અહીં પણ વોર્નર નોર્ત્જેની ઝડપમાં ફસાઇ ગયો હતો.

 

IPL નો સૌથી ઝડપી બોલ

નોર્ત્જે એ આ સીઝનમાં જ પોતાની ઝડપ બતાવી નથી. જ્યારથી તે રમી રહ્યો છે ત્યારથી તે આગળ રહ્યો છે. આઈપીએલમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ નોર્ત્જે ના નામે છે. તેણે ગત સિઝનમાં 156.22 ની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સિવાય તેનું નામ બીજા અને ત્રીજા નંબર પર પણ છે. તેણે 155.21 અને 154.74 સાથે બોલિંગ કરી હતી. તેના પછી ડેલ સ્ટેનનું નામ છે. જ્યારે સ્ટેન ડેક્કન ચાર્જીસનો ભાગ હતો ત્યારે તેણે 154.40 ની ઝડપે બોલિંગ કરી હતી. તેનો આ બોલ યાદીમાં ચોથા નંબરે છે. રબાડા પાંચમા સ્થાને છે. તેણે 154.23 ની ઝડપે બોલ ફેંક્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સનો દિપક હુડ્ડા પર એન્ટી કરપ્શન યુનિટ ચલાવશે તપાસ, નિયમ તોડવાને લઇને આવ્યો શંકાના વર્તુળમાં!

આ પણ વાંચોઃ Pakistan: લ્યો ! ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યો તો પાકિસ્તાને હવે ભારત પર આરોપ લગાવવા શરુ કર્યા, કહ્યુ ધમકીનો ઇ-મેઇલ મહારાષ્ટ્ર થી કરાયો હતો!

Published On - 10:10 pm, Wed, 22 September 21

Next Article