IPL 2021, DC vs SRH: હૈદરાબાદનુ ટોસ જીતી કંગાળ પ્રદર્શન, 9 વિકટ ગુમાવી 135 રનનો દિલ્હી ને પડકાર આપ્યો, રબાડાની 3 વિકેટ

|

Sep 22, 2021 | 9:19 PM

દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Delhi vs Hyderabad) વચ્ચે આજે દુબઇમાં મેચ રમાઇ રહી છે. ડેવિડ વોર્નરને ટીમમાં સ્થાન અપાયુ છે. ટોસ જીતીને મેદાને ઉતરેલી હૈદરાબાદની ટીમની શરુઆત ખરાબ રહી હતી.

IPL 2021, DC vs SRH: હૈદરાબાદનુ ટોસ જીતી કંગાળ પ્રદર્શન, 9 વિકટ ગુમાવી 135 રનનો દિલ્હી ને પડકાર આપ્યો, રબાડાની 3 વિકેટ
Delhi vs Hyderabad

Follow us on

ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) ની 33મી મેચ દુબઇમાં રમાઇ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઇ રહેલી મેચમાં ટોસ જીતીને હૈદરાબાદે બેટીંગ પસંદ કરી હતી. ખરાબ શરુઆતને લઇને હૈદરાબાદને માટે બીજા તબક્કાની પ્રથમ મેચ સંઘર્ષ ભરી બની ગઇ હતી. દિલ્હીના બોલરોએ હૈદરાબાદની ટીમને શરુઆતથી જ પરેશાનીમાં રાખી દીધુ હતુ. 20 ઓવરના અંતે હૈદરાબાદની ટીમે 9 વિકેટ ગુમાવીને 134 રનનો સ્કોર કર્યો હતો.

ડેવિડ વોર્નર (David Warner) ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ પરંતુ તે નિષ્ફળ નિવડ્યો હતો. આ ઉપરાંત હૈદરાબાદ તરફ થી મોટી ઇનીંગ રમવામાં અન્ય મહત્વના બેટ્સમેનો સફળ રહ્યા નહોતા. ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની ધરાવતી દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર બોલીંગ વડે હૈદરાબાદને મુશ્કેલીમાં રાખ્યુ હતુ. હૈદરાબાદની ટીમના બેટ્સમેનોને અનેકવાર આસાન કેચ છુટવાના જીવત દાન મળ્યા હતા. તેમ છતાં તેઓ ઇનીંગને લંબાવવામાં સફળ રહ્યા નહોતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ ઇનીંગ

હૈદરાબાદની ટીમમાં પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરનો પ્લેયીંગ ઇલેવનમાં ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ સ્કોર બોર્ડ રન થી ખોલવાને બદલે મુશ્કેલ માર્ગ ખોલી દીધો હતો. વોર્નર ઇનીંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર નોર્ત્ઝેનો શિકાર થયો હતો. તે અક્ષર પટેલના હાથમાં કેચ ઝીલાયો હતો. તે ખતે ટીમનો અને તેનો વ્યક્તિગત સ્કોર શૂન્ય હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રિદ્ધીમાન સાહા 17 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન 26 બોલમાં 18 રન કરી શક્યો હતો. તેને જીવતદાન મળ્યા હતા. મનિષ પાંડે 16 બોલમાં 17 રન કરી શક્યો હતો. કેદાર જાદવ એલબીડબલ્યુ આઉટ 3 રનના વ્યક્તિગત સ્કોર પર થયો હતો. જેસન હોલ્ડર 9 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો. અબ્દુલ સમદે 21 બોલમાં 28 રન કર્યા હતા. રાશિદ ખાને 19 બોલમાં 22 રન કર્યા હતા. ભૂવનેશ્વર કુમાર 5 રન અને સંદિપ શર્મા શૂન્ય પર અણનમ રહ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ ઇનીંગ

કાગીસો રબાડા એ 3 વિકેટ ઝડપી હતી. તેણે જબરદસ્ત બોલીંગ કરી હતી. અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 21 રન આપ્યા હતા. એનરિક નોર્ત્ઝેએ 2 વિકેટ મેળવી હતી. તેણે અને અક્ષરે કરકસર ભરી બોલીંગ કરી હતી. અશ્વિને એક વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઇનીસને અનફીટ લાગતા 1.1 ઓવર કરીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેણે 8 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ શું તમારી પાસે પણ છે ફાટેલી નોટ? જાણો ક્યા ચાલશે આ નોટ અને ક્યાંથી મળશે પુરા પૈસા

આ પણ વાંચોઃ IPL 2021 માં ખરાબ સમાચાર! DC vs SRH મેચના 4 કલાક પહેલા ટી નટરાજન કોરોના પોઝિટિવ

Published On - 9:13 pm, Wed, 22 September 21

Next Article