IPL 2021: ડેવિડ વોર્નરનો મોટો નિર્ણય, સનરાઇઝર્સ હૈદરાબાદ થી અલગ થઇ જવાનો કર્યો ફેંસલો, હવે નહી રમે આગળની કોઇ મેચ!

|

Sep 28, 2021 | 9:32 AM

વોર્નરે (David Warner) કેપ્ટન તરીકે સિઝનની શરૂઆત કરી હતી. પરંતુ પહેલા તેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને હવે તેને સિઝનમાં બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

IPL 2021: ડેવિડ વોર્નરનો મોટો નિર્ણય, સનરાઇઝર્સ હૈદરાબાદ થી અલગ થઇ જવાનો કર્યો ફેંસલો, હવે નહી રમે આગળની કોઇ મેચ!
David Warner

Follow us on

છેવટે, જે થવાનું હતું તે થયું. ડેવિડ વોર્નર (David Warner) સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના રસ્તાઓ અલગ થઈ ચૂક્યા છે. તેમની વચ્ચેના મતભેદોએ અંતિમ સ્વરુપ લીધુ છે. અહેવાલ છે કે આ સિઝનમાં વોર્નર હવે સનરાઈઝર્સ માટે કોઈ મેચ રમશે નહીં. મીડિયા રિપોર્ટનુસાર, આ નિર્ણય ખેલાડી અને ફ્રેન્ચાઇઝી બંને દ્વારા પરસ્પર સહમતીથી લેવાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને વચ્ચેનો લાંબો સાથ હવે સમાપ્ત થયો છે.

આ સીલસીલાની ત્યારે જ શરૂઆત થઈ જ્યારે, ડેવિડ વોર્નરની હીરો થી ઝીરો થવાનીની વાર્તા IPL 2021 માં શરૂ થઈ હતી. વોર્નરે કેપ્ટન તરીકે સિઝનની શરૂઆત કરી હતી. પરંતુ પહેલા તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી. હવે સિઝનમાં બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને મેદાન પર આવવાને બદલે હોટલના રૂમમાં રહેવાનું પસંદ કર્યું હતુ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સીઝન માટે નવી હરાજી થવાની છે. તમામ ટીમો ફરી નવી શરૂઆત કરશે. છેલ્લી 2 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તેથી, ઓરેન્જ આર્મીને પણ વધુ સારી ટીમ બનાવવાની તક મળશે. વોર્નર અને SRH નો સાથ સારો રહ્યો છે. પરંતુ અમારા માટે ફ્રેશ સ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે.

IPL 2021 ના ​​પહેલા ભાગમાં મતભેદો શરૂ થયા

આઈપીએલ 2021 ના ​​પહેલા ભાગમાં પણ વોર્નર અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદના અહેવાલો આવ્યા હતા. આ બાબતે તે સમયે વેગ પકડ્યો હતો. જે બાદ વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને કેપ્ટનશિપ કેન વિલિયમસનને સોંપવામાં આવી હતી. હવે બીજા હાફમાં, સતત બે મેચમાં વોર્નરની નિષ્ફળતા પછી, જેસન રોયને ટીમમાં બદલવામાં આવ્યો. વોર્નર બીજા હાફની પ્રથમ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે બીજી મેચમાં માત્ર 2 રન બનાવ્યા હતા.

ડાબોડી ઓસ્ટ્રેલિયન ઓપનરે ખુદ પણ પોતે ટીમમાંથી બાકાત રાખવાના અને આ સિઝનમાં ન રમવાના સમાચારની પુષ્ટિ કરી હતી. રાજસ્થાન સામેની મેચના બીજા ભાગમાં વોર્નરને મેદાન પર ન મળતા તેના એક ચાહકે પૂછ્યું, વોર્નર સ્ટેડિયમમાં છે, અમે તેને જોયો નથી? વોર્નરે આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો. તેણે લખ્યું- “કમનસીબે હવે આવું નહીં થાય. પણ કૃપા કરીને સપોર્ટ કરતા રહો. વોર્નરના આ જવાબથી બધાને આશ્ચર્ય થયું.

 

રાજસ્થાન સામેની મેચ બાદ વોર્નરના મેદાનમાં ન આવવા વિશે પૂછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં હૈદરાબાદના કોચ ટ્રેવર બેલિસે કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે, અનામતમાં રહેલા યુવા ખેલાડીઓ મેદાન પર આવે અને મેચ જુએ. જેથી તેમને થોડો અનુભવ મળી શકે. આવનારી મેચોમાં પણ આવું જ જોવા મળશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદે બીજા તબક્કાની પ્રથમ જીત બાદ કેપ્ટન ખુશ, આનંદમાં કહી આ આ મહત્વની વાત

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હક ને હાર્ટ એટેક આવ્યો, લાહોરની હોસ્પીટલમાં દાખલ કરાયા

 

Published On - 9:22 am, Tue, 28 September 21

Next Article