IPL 2021, CSK vs KKR: કલકત્તા સામે ચેન્નાઇએ અંતિમ બોલે 2 વિકેટે જીત મેળવી, રવિન્દ્ર જાડેજાની આક્રમક રમતે અંતમાં મેચ રોમાંચક બનાવી

|

Sep 26, 2021 | 7:32 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમે કલકત્તાને અંતિમ બોલે હરાવી દીધુ હતુ. ધોની (Dhoni) ની ટીમ હવે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની દાવેદારી આ જીત સાથે મજબૂત કરી દીધી હતી.

IPL 2021, CSK vs KKR: કલકત્તા સામે ચેન્નાઇએ અંતિમ બોલે 2 વિકેટે જીત મેળવી, રવિન્દ્ર જાડેજાની આક્રમક રમતે અંતમાં મેચ રોમાંચક બનાવી
Chennai vs Kolkata

Follow us on

IPL 2021 ની 38 મી મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાયેલી આ મેચમાં કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. કલકત્તાએ 20 ઓવરના અંતે કલકત્તાએ 6 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇએ અંતિમ બોલમાં પડકાર પાર પા઼ડીને જીત મેળવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

બંને ઓપનરોએ શાનદાર શરુઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ 74 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે
28 બોલમાં 40 રન કર્યા હતા. જ્યારે પ્લેસિસે 30 બોલમાં 43 રન કર્યા હતા. અંબાતી રાયડૂએ 9 બોલમાં 10 રન કર્યા હતા. તે નરેને ક્લિન
બોલ્ડ કર્યો હતો.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

સુરેશ રૈનાએ 11 રન કરીને રન આઉટ થયો હતો. મહેન્દ્રસિંહ ધોની 1 રન પર જ ક્લિન બોલ્ડ થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજાએ આક્રમક રમત વડે અંતમાં મુશ્કેલ સ્થિતીને સંભાળી લઇને મેચ રોમાંચક બનાવતી ઇનીંગ રમી હતી. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવીને જીતાડી દીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા લઇને આવેલ 19મી ઓવરમાં જાડેજાએ 21 રન મેળવ્યા હતા. જોકે જાડેજા 8 બોલમાં 22 રન કરીને આઉટ થયો હતો. શાર્દૂલ ઠાકુર 3 રન અને દિપક ચાહર 1 રન કરી અણનમ રહ્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ બોલીંગ

પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો તે લઇ આવેલો 19મી ઓવરમાં કલકત્તાને મેચમાંથી બહાર ધકેલી દીધુ હતુ. તેણે તે ઓવરમાં 21 રન લુટાવ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. ચક્રવર્તી, લોકી ફર્ગ્યુશન, આદ્રે રસેલે એક એક વિકેટ ઝડપી હતી.

કલકત્તા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

કલકત્તાની ટીમે 10 રનના સ્કોર પર જ ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. ઇનફોર્મ ઓપનર શુભમન ગિલે શરુઆતમાં જ પોતાની વિકેટ ગુમાવી હતી. ગિલે 5 બોલમાં 2 ચોગ્ગા લગાવીને 9 રન કર્યા હતા. તે રન લેવાના પ્રયાસમાં રાયડૂના ડાયરેકટ હિટના પ્રયાસમાં રન આઉટ થયો હતો. વેંકટેશ ઐયર 15 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો.

નિતીશ રાણા 27 બોલમાં 37 રન કરીને અણનમ રહ્યો હતો. રાહુલ ત્રિપાઠી એ 33 બોલમાં 45 રન કર્યા હતા. તેને રવિન્દ્ર જાડેજા એ બોલ્ડ કર્યો હતો. ઈયોન મોર્ગન 14 બોલમાં 08 રન કરીને બાઉન્ડરી પર કેચ આઉટ થયો હતો. પ્લેસિસે જબરદસ્ત કેચ કરતા તેણે વિકેટ ગુમાવી હતી. આન્દ્રે રસેલ 15 બોલમાં 20 રન કરીને આઉટ થયો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

શાર્દૂલ ઠાકુરે 4 ઓવરમા એક મેઈડન ઓવર નાંખી 20 રન આપ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. જોશ હૈઝલવુડે 4 ઓવરમાં 40 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમા એક વિકેટ ઝડપી હતી, તેણે 21 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલીના બેટનો દમ પડ્યો મંદ, રન બનાવવાના મામલામાં ટોપ-10માં પણ સમાવેશ નહી, કોહલી થી ત્રિપાઠી આગળ

Next Article