AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગનને લઈ KKR આકરા પાણીએ, જાણો કેમ

ઇંગ્લેંડના વ્હાઇટ બોલ ફોર્મેટના કેપ્ટન ઈઓન મોર્ગન (Eoin Morgan) પર પણ આ મામલે ગંભીર આરોપ લાગ્યા છે. હવે IPL ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) પણ આકરા તેવર દર્શાવ્યા છે.

IPL 2021: કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગનને લઈ KKR આકરા પાણીએ, જાણો કેમ
captain Eoin Morgan
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 10, 2021 | 11:22 AM
Share

ઇંગ્લેંડમાં જાતિવાદી મેસેજ વિવાદ (Racist Controversy) હવે વકરવા લાગ્યો છે. ઓલી રોબિન્સન (Oli Robinson) ડેબ્યૂ મેચ બાદ તુરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. પરંતુ વાત રોબિન્સન સુધી અટકી નથી. હવે ઇયોન મોર્ગન, જોસ બચલર અને જેમ્સ એન્ડરસન પણ આ વિવાદમાં ફસાવા લાગ્યા છે. ઇંગ્લેંડના વ્હાઇટ બોલ ફોર્મેટ ના કેપ્ટન ઇોન મોર્ગન (Eoin Morgan) પર પણ આ મામલે ગંભીર આરોપ લાગ્યા છે. હવે IPL ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) પણ આકરા તેવર દર્શાવ્યા છે.

ઇયોન મોર્ગન IPL સિઝન 2020 થી કલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટનની ભૂમિકામાં છે જેમાં તેણે બીજા તબક્કામાં કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે IPL 2021 સ્થગિત થવા સુધી કેપ્ટનશીપ રહ્યો છે. હવે ભારતીય ફેનની મજાક ઉડાડવાને લઇને મોર્ગન પર IPL ટીમ દ્રારા પણ કાર્યવાહી થઇ શકે છે.

વર્ષ 2018માં મોર્ગન અને જોસ બટલરે ભારતીય ફેન્સ ની મજાક ઉડાવી હતી જે મજાકમાં મેકકુલ્લમનો પણ સાથ હતો. જેના સ્ક્રિન શોટ હવે સોશિયલ મીડિયા પર ફરવા લાગી જતા જ તપાસનો રેલો મોર્ગન સુધી લંબાયો છે. જેને લઇ હવે આઇપીએલ ટીમ કેકેઆર પણ પોતાના કેપ્ટનને લઇને હવે અધિકૃત માહિતી અંગે રાહ જોઇ રહ્યુ છે.

જાતિવાદ સહન નહી કરાય-KKR

કલકત્તા નાઇટ રાઇડર્સના CEO એ કહ્યુ હતુ, અત્યારે અમારી પાસે મામલાની કાર્યવાહી કરવાને લઇને વધારે જાણકારી નથી. કોઇ પણ નિર્ણય પર પહોંચવા પહેલા અમે પુરી વાત જાણી લેવા માંગીએ છીએ. અમે એ સ્પષ્ટ કરી દઇએ છીએ કે, જાતિવાદ જેવી કોઇ પણ ટિપ્પણી ને સહન નહી કરી શકાય.

ECB આકરા પાણીએ

ECB એ પણ આ દરમ્યાન કહ્યુ હતુ કે, અમે પાછળના કેટલાક સપ્તાહ થી આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. જે પણ ખેલાડીઓ એ સોશિયલ મીડિયા અથવા પબ્લિક માં જાતિવાદી ટીપ્પણી કરી છે, તેની તપાસ થઇ રહી છે. અમારે ત્યાં કોઇ પણ પ્રકારના ભેદભાવને લઇને કોઇ જ સ્થાન નથી. તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, દોષિત ખેલાડીઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">