IPL 2021: ટુર્નામેન્ટને લઇ અનેક પડકારોનો સામનો BCCI એ કરવો પડશે, કેટલાક વિદેશી ખેલાડીઓની અનિશ્ચિતતા

|

May 27, 2021 | 9:31 AM

આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાકી રહેલી 31 મેચોનુ આયોજન BCCI ઘડી રહ્યુ છે. જે આયોજન હવે UAE માં કરવાની યોજના મનાઇ રહી છે. જોકે આમ છતાં પણ IPL 2021 ની ટુર્નામેન્ટ ને પાર પાડવા માટે અનેક પડકારોનો સામનો BCCI એ કરવો પડશે.

IPL 2021: ટુર્નામેન્ટને લઇ અનેક પડકારોનો સામનો BCCI એ કરવો પડશે, કેટલાક વિદેશી ખેલાડીઓની અનિશ્ચિતતા
IPL

Follow us on

IPL 2021 દરમ્યાન બાયોબબલમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના (Corona) સંક્રમિત જણાતા તુરત જ ટુર્નામેન્ટને અકકાવી દેવાઇ હતી. હવે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાકી રહેલી 31 મેચોનુ આયોજન BCCI ઘડી રહ્યુ છે.

આયોજન હવે UAE માં કરવાની યોજના મનાઇ રહી છે. જોકે આમ છતાં પણ IPL 2021ની ટુર્નામેન્ટ ને પાર પાડવા માટે અનેક પડકારોનો સામનો BCCI એ કરવો પડશે.

ઓક્ટોબર માસ દરમ્યાન ICC T20 વિશ્વકપ (World Cup) રમાનારો છે. જેમાં 16 ટીમો ભાગ લેનારી છે. મહત્વની આ ટુર્નામેન્ટ પણ બીસીસીઆઇના જ આયોજન હેઠળ UAEમાં જ રમાઇ શકે છે. જે સંભાવનાને લઇને બીસીસીઆઇને એક રાહત એ થઇ શકે છે કે, ખેલાડીઓને માટે જ એક જ સ્થળ રહે. સાથે જ બાયોબબલ ને લઇને પણ ખેલાડીઓને શિફ્ટ થવામાં સાનુકૂળ સ્થતી રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પિચોને તૈયાર કરવી મુશ્કેલ

જોકે એક જ સ્થળે બંને મોટી ટુર્નામેન્ટ આયોજન કરવાને લઇને સૌથી મહત્વની બાબત પિચ રહેશે. દુબઇ, અબુધાબી અને શારજાહ એમ ત્રણ સ્થળોની પિચો તૈયાર કરવી મોટો પડકાર બનશે. કારણ કે ઓછા સમયમાં વધારે મેચો અહી રમાશે. જેને લઇને પિચ ધીમી થઇ શકે છે. આઇપીએલ અને વિશ્વકપ બંને સાથે યુએઇમાં જ યોજવામાં આવે છે તો, 76 મેચ આ ત્રણ મેદાન પર રમાશે.

આઇપીએલની 31 મેચ અને T20 વિશ્વકપની 45 મેચ રમાનાર છે. યુએઇમાં પાછળના વર્ષે 60 મેચ આઇપીએલ 2020 ના આયોજન વેળા રમાઇ હતી. આમ તેના પ્રમાણમાં 16 મેચ વધારે રહેશે. આ ઉપરાંત અબુધાબીમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) ની પણ અધૂરી સિઝન રમાનારી છે. આમ આ મેદાનો પર મેચોનુ પ્રમાણ વધારે થઇ જશે.

ઓમાનમાં ક્વોલીફાઇંગ મેચ

આઇસીસી દ્રારા ઓમાનમાં વિશ્વકપની ક્વોલીફાઇંગ મેચ રમાડવાનુ આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. જોકે તે યુએઇ ગવર્મેન્ટ પર આધારીત છે. જો તે ટીમોને ક્વોરન્ટાઇન વિના બોર્ડ પાર કરવાની પરવાનગી આપશે, તો જ તે શક્ય બનશે.

CPL 2021 થી અડચણ

કેરેબિયન પ્રિમિયર લીગ એટલે કે, CPL 2021 નુ આયોજન પણ 28 ઓગષ્ટ થી 19 સપ્ટેમ્બર દરમ્યાન થનાર છે. વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોને લઇને આઇપીએલ ફેન્ચાઇઝીઓને સમસ્યા પેદા થઇ શકે છે. ખાસ કરીને કિયરોન પોલાર્ડ, ક્રિસ ગેઇલ, આંદ્રે રસેલ, સુનિલ નરેન, નિકોલસ પૂરન, ડ્વેન બ્રાવો અને શિમરોન હેટમાયર આઇપીએલ માં આકર્ષણ ધરાવે છે. તો વળી અન્ય વિદેશી ખેલાડીઓ ફાફ ડુ પ્લેસીસ, ઇમરાન તાહિર અને ક્રિસ મોરિસ પણ સીપીએલમાં વ્યસ્ત હોઇ શકે છે.

ઇંગ્લેંડના ખેલાડીઓને લઇને અનિશ્ચિતતા

ઇંગ્લેંડ ના કેપ્ટન ઇયોન મોર્ગન, જોસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જેસન રોય, સેમ કરન, મોઇન અલી, ક્રિસ વોક્સ, ટોમ કરન જેવા ખેલાડીઓ આઇપીએલનો હિસ્સો છે. તેઓ જુદી જુદી ટીમોના મહત્વના હિસ્સા છે.

આમાના ઘણા ખેલાડીઓ આઇપીએલની અધૂરી સિઝન રમી શકે એમ નથી. કારણ કે ઇંગ્લેંડના ક્રિકેટ બોર્ડના એશ્લે જાઇલ્સે વિશ્વકપ પહેલા સિરીઝ રમવાની પ્રાથમિકતા દર્શાવી હતી. જેનો સીધો સંકેત આઇપીએલમાં તેમની ઉપસ્થીતીને લઇને મળી રહ્યો છે.

Next Article