IPL 2021: બોલ્ડ કર્યા બાદ બોલરને વિરાટ કોહલી એ કંઇક આમ કહ્યું હતું, પંજાબના બોલર હરપ્રિતે કર્યો ખુલાસો

|

May 29, 2021 | 12:41 PM

IPL 2021 દરમ્યાન સ્પિનર હરપ્રિત કોર (Harpreet Brar) એ વિરાટ કોહલી (Virat Kohli) અને ગ્લેન મેક્સવેલ એમ બંનેને સળંગ ક્લીન બોલ્ડ કર્યા હતા. પંજાબ કિગ્સ (Punjab Kings) નો આ બોલર એકાએક જ IPL માં છવાઇ ગયો હતો.

IPL 2021: બોલ્ડ કર્યા બાદ બોલરને વિરાટ કોહલી એ કંઇક આમ કહ્યું હતું, પંજાબના બોલર હરપ્રિતે કર્યો ખુલાસો
Virat Kohli-Harpreet Brar

Follow us on

IPL 2021 દરમ્યાન સ્પિનર હરપ્રિત કોર (Harpreet Brar) એ વિરાટ કોહલી (Virat Kohli) અને ગ્લેન મેક્સવેલ એમ બંનેને સળંગ ક્લીન બોલ્ડ કર્યા હતા. પંજાબ કિગ્સ (Punjab Kings) નો આ બોલર એકાએક જ IPL માં છવાઇ ગયો હતો. તેણે કોહલી અને મેક્સવેલ (Glenn Maxwell) ઉપરાંત એબી ડિવિલીયર્સ (AB de Villiers) ને પણ સસ્તામાં પેવેલિયન મોકલ્યો હતો. આમ ત્રણ ત્રણ દિગ્ગજોની વિકેટ તેણે ઝડપી હતી. બોલ્ડ કર્યા બાદ કોહલીએ તેને શું કહ્યુ એ વાતનો ખુલાસો હરપ્રિતે કર્યો છે.

બ્રારે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતું કે, મને યાદ છે કે, અનિલ કુંબલે સર એ મને કહ્યુ હતું કે, તુ મેચની તૈયારી કર. દરેક બોલરનું એક સપનું હોય છે કે, તે એક સારા બેટ્સમેનની વિકેટ ઝડપે. વર્તમાન સમયમાં વિરાટ કોહલીની વિકેટ હંમેશા ખાસ હોય છે. આરસીબી સામેની મેચમાં ગભરાયા વિના સારી બોલીંગનો પ્રયાસ કરી રહ્યો હતો.

હરપ્રિતે આગળ બતાવ્યું કે, વિરાટ કોહલીને આઉટ કર્યા બાદ કોહલી એ તેને શું કહ્યુ હતું. તેણે કહ્યુ કે, જ્યારે હું રવિ બિશ્નોઇ સાથે પ્રેઝન્ટેશન એરિયા તરફથી જઇ રહ્યો હતો. ત્યારે વિરાટ કોહલી પાસેથી પસાર થયો હતો. તે દરમ્યાન તેમણે મને કહ્યુ હતું કે સારી બોલીંગ હતી. આગળ પણ આવી જ બોલીંગ કરતો રહેજે. બ્રારે વિરાટ કોહલી બાદ બીજા જ બોલે ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. મેક્સવેલે શૂન્ય રને જ પરત ફરવુ પડ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સ્પિનર બ્રારે આ પરાક્રમ કરવા અગાઉ માત્ર 3 જ આઇપીએલ મેચ રમ્યો હતો. કારણ કે તેને પુરતી તક નહોતી મળી રહી. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તક મળતા જ કૌશલ્ય દેખાડી મેચ જીતાડી હતી. પંજાબ કિંગ્સે બ્રારના દમ પર 34 રને મેચ જીત્યુ હતું. જે મેચમાં તેણે 17 બોલમાં 25 રન પણ બેટીંગ દરમ્યાન બનાવ્યા હતા. બ્રાર મેન ઓફ ધ મેચ પસંદ થયો હતો.

Next Article