AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે અન્યાય, આઉટ હોવા છતાં આફ્રિકન ખેલાડી નોટઆઉટ જાહેર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. પરંતુ આ મેચમાં કંઈક એવું થયું કે દક્ષિણ આફ્રિકાની યજમાની પર સવાલો ઉઠી રહ્યા છે. આ મેચમાં એક સમયે ડેવિડ મિલર આઉટ થયો હતો પરંતુ તે પેવેલિયન પરત ફર્યો નહીં.

આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે અન્યાય, આઉટ હોવા છતાં આફ્રિકન ખેલાડી નોટઆઉટ જાહેર
India vs Africa
| Updated on: Dec 15, 2023 | 10:26 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું હતું. આ સાથે બંન્ને ટીમો વચ્ચેની ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર રહી હતી. પરંતુ જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કંઈક એવું થયું કે દક્ષિણ આફ્રિકાના હોસ્ટિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

ડેવિડ મિલરનો બચાવ થયો હતો

આ મેચમાં દક્ષિણ આફ્રિકાની હાલત ઘણી ખરાબ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટીમ માટે ડેવિડ મિલરે સૌથી વધુ 35 રન બનાવ્યા. મિલર દક્ષિણ આફ્રિકાની 10મી વિકેટ તરીકે આઉટ થયો હતો પરંતુ તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. તેમ છતાં, તે તેનું નસીબ હતું કે તે બચી ગયો.

મિલર આફ્રિકાને જિતાડી ન શક્યો

મિલર એવો બેટ્સમેન છે જે પોતાની તોફાની બેટિંગથી મેચને પલટાવવાની શક્તિ ધરાવે છે. આ પહેલા પણ તે ઘણી વખત આવું કરી ચૂક્યો છે. આના સંકેતો ત્રીજી T20 મેચમાં પણ જોવા મળ્યા હતા પરંતુ તેમ થયું ન હતું. નસીબ પણ આ વખતે મિલરને મેચ વિનર બનાવી શક્યું નહીં.

ભારતે વિડ મિલરની વિકેટ માટે રિવ્યુ લીધો

વાસ્તવમાં, ભારતીય ટીમે આપેલા 201 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાને સારી શરૂઆત મળી ન હતી. ટીમે તેની શરૂઆતની વિકેટો વહેલી ગુમાવી દીધી હતી. ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી અને ડેવિડ મિલર રમી રહ્યો હતો, રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો. જાડેજાની ઓવરનો ચોથો બોલ ડેવિડ મિલરના બેટમાં ટચ થયો અને ટીમ ઈન્ડિયાએ જોરદાર અપીલ કરી પરંતુ મેદાન પરના અમ્પાયરે આઉટ ન આપ્યો. ભારતે રિવ્યુ લેવાનું નક્કી કર્યું પરંતુ અહીં મિલરના નસીબ તેના સાથે હતું, કારણ કે તે સમયે DRS હાજર નહોતું.

ટેકનિકલ ખામીના કારણે DRS બંધ

ભારતે રિવ્યુ માટે અપીલ કરી સમયે DRS કામ કરતું ન હતું. અહેવાલો અનુસાર, તે સમયે ટેકનિકલ ખામીના કારણે DRS બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ મિલરના બેટની કિનારીને ટચ થયો હતો. આવી સ્થિતિમાં જો રિવ્યુ ઉપલબ્ધ હોત તો મિલરનું પેવેલિયન પરત ફરવું નિશ્ચિત હતું. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની યજમાની પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ બાદ પણ મિલર કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા નહીં જાય!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">