INDW vs ENGW : વન ડે જીતાડવા સાથે જ મિતાલી રાજે ઇંગ્લેંન્ડની પૂર્વ કેપ્ટનનો રેકોર્ડ તોડી બની નંબર વન

|

Jul 04, 2021 | 6:46 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) એ ઇંગ્લેંન્ડમાં દમદાર દેખાવ કર્યો હતો. તેણે એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

INDW vs ENGW : વન ડે જીતાડવા સાથે જ મિતાલી રાજે ઇંગ્લેંન્ડની પૂર્વ કેપ્ટનનો રેકોર્ડ તોડી બની નંબર વન
Mithali Raj

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ની મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) વચ્ચે ત્રણ વન ડે મેચોની શ્રેણી રમાઇ હતી. ભારતીય ટીમે અંતિમ મેચ જીતી લીધી હતી. પરંતુ શ્રેણીને 2-1 થી ગુમાવી દીધી હતી. શ્રેણી દરમ્યાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) ખીલી ઉઠી હતી. તેણે ત્રણેય વન ડે માં અર્ધશતક લગાવ્યા હતા.

અંતિમ વન ડેમાં પણ શતક લગાવી જીત સુધી અડીખમ ઉભી રહી હતી. આ દરમ્યાન મિતાલી હવે વિશ્વ મહિલા ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં નંબર બન બની ચુકી છે.

મિતાલી રાજ એ સ્થાપેલા આ નવા વિશ્વ રેકોર્ડમાં તે હવે, ત્રણેય ફોર્મેટમાં મળી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન ધરાવે છે. મિતાલી એ ઇંગ્લેંન્ડની ધરતી પર ઇંગ્લેંડની જ પૂર્વ કેપ્ટનના નામે રહેલો રેકોર્ડ તોડ્યો હતો. ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન ચાર્લોસ એડવર્સના 10,273 રનના સ્કોરને પાર કરી લીધો હતો. ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન ડે રમવા દરમ્યાન મિતાલીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

કેપ્ટન મિતાલી બાદ હવે એડવર્સ બીજા સ્થાને છે, તો ત્રીજા સ્થાન પર ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 7849 રન ધરાવે છે. આ અગાઉ વન ડે ક્રિકેટ મેચમાં સૌથી વધુ રન નોંધાવવાના મામલામાં એડવર્સને 2017માં મિતાલી એ પાછળ મુકી દીધી હતી.

રન ચેઝ કરવાના મામલામાં મિતાલી સૌથી આગળ

સફળ રન ચેઝ કરવાના મામલામાં પણ મિતાલી રાજ સૌથી આગળ છે. તેની સરેરાશ આ મામલે ક્રિકેટમાં સૌથી વધારે છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં રન ચેઝ કરતા 75 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેની રન ચેઝ કરવાની સરેરાશ 111.1 સુદી પહોંચી છે, જે સૌથી વધારે છે. તેણે લક્ષ્યનો પિછો કરતા 2111 રન બનાવ્યા છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ આ મામલે તેની પાછળ છે. ધોનીની સરેરાશ 102.71 છે અને તેણે 2876 રન કર્યા છે.

વન ડે મેચનું પરિણામ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીએ, ઇંગ્લેંન્ડ સામેની વન ડે શ્રેણીમાં 4 વિકેટે જીત અપાવી હતી. અંતિમ વન ડે ભારતીય ટીમે 219 રનના લક્ષ્યાંકનો પીછો કરતા જીતી લીધી હતી. ભારતીય ટીમને જીત સુધી પહોંચાડવામાં સ્નેહ રાણા (Sneh Rana) નું યોગદાન પણ શાનદાર રહ્યુ હતું. તેણે ઝડપી રમત રમી 22 બોલમાં 24 રન કર્યા હતા. મિતાલી અને રાણાએ છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી રમત રમી હતી. જેણે જીત પાક્કી કરી લીધી હતી.

Next Article