IND vs SL: રવિન્દ્ર જાડેજાના અણનમ 175 રન, કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

|

Mar 05, 2022 | 5:10 PM

IND vs SL 1st test: રવિન્દ્ર જાડેજાએ ભારત માટે તેની કારકિર્દીની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી અને 175 રન બનાવી અણનમ રહ્યો.

IND vs SL: રવિન્દ્ર જાડેજાના અણનમ 175 રન, કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Ravindra Jadeja (PC: BCCI)

Follow us on

ભારત અને શ્રીલંકા (INDvSL) વચ્ચે મોહાલીમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટનો બીજો દિવસ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના નામે રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના આ ‘રોકસ્ટાર’ ઓલરાઉન્ડરે પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને મહત્વની ઇનિંગ રમીને ભારત (Team India) ને પહેલી ઇનિંગમાં મોટા સ્કોર સુધી પહોંચાડી દીધું. રવિન્દ્ર જાડેજાએ 175 રનની જબરદસ્ત ઇનિંગ રમી અને કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા, તેમાં મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને પણ પાછળ છોડી દીધા.

રવિન્દ્ર જાડેજાએ મોહાલી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ સેશનમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તેની ટેસ્ટ કારકિર્દીની માત્ર બીજી સદી હતી. આ પછી, બીજા સત્રમાં પણ તેની શાનદાર બેટિંગ જોવા મળી હતી અને ભારતે પોતાની ઇનિંગ ડિક્લેર કરી તે પહેલા તેણે 175 રન બનાવ્યા હતા. જે ન માત્ર તેની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ સાબિત થઈ, પરંતુ તેણે 36 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી દીધો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સાતમાં ક્રમે બેટિંગ કરવા આવેલ જાડેજાએ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

જાડેજા સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને આ રીતે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સાતમા નંબર પર બેટિંગ કરતા ભારત માટે સૌથી મોટી ઇનિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમના પહેલા આ રેકોર્ડ કપિલ દેવના નામે હતો તેણે 1986માં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા.

175 રનની ઈનિંગ દરમિયાન જાડેજાએ 228 બોલનો સામનો કર્યો અને 17 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સના આધારે ભારતે 574/8ના સ્કોર પર ઇનિંગ ડિકલેર કરી હતી. મોહાલીના મેદાન પર ટેસ્ટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા તેણે 2005માં પાકિસ્તાન સામે 516 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs SL: મોહાલી ટેસ્ટ દરમિયાન શ્રીલંકા પર મુસીબત આવી, એક બોલર ઈજાના કારણે બહાર થઇ ગયો

IND v SL: રિષભ પંતની તાબડતોબ બેટિંગ, પહેલી ટેસ્ટમાં પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 357/6

Next Article