ટીમ ઈન્ડિયાની PM મોદી સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર કેમ થઈ વાયરલ?

|

Jul 04, 2024 | 5:00 PM

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ભારત પહોંચ્યા બાદ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ બેઠક બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 1983ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓ સાથે જોવા મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની PM મોદી સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર કેમ થઈ વાયરલ?
Team India with PM Modi & Indira Gandhi

Follow us on

આખું ભારત અત્યારે ટીમ ઈન્ડિયા સાથે T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝમાં 2024 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારતીય ટીમ આજે સવારે દિલ્હી પહોંચી હતી. દિલ્હીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયા દિલ્હીની મૌર્ય હોટલ પહોંચી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની ખાસ મુલાકાત

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વડાપ્રધાન મોદીના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસ પર લગભગ બે કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ટીમ ફોટો દરમિયાન વડાપ્રધાન મોદી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે ઉભા જોવા મળ્યા હતા. પરંતુ PM મોદીએ T20 વર્લ્ડ કપની ટ્રોફીને હાથ ન લગાવ્યો.

માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?

 

PM મોદીએ ટ્રોફીને હાથ ન લગાવ્યો

PM મોદીએ આવું કેમ કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં, એવી માન્યતા છે કે વિશ્વ કપની ટ્રોફી ફક્ત ચેમ્પિયન પાસે જ હોય ​​છે. જો કે દેશના વડાપ્રધાનને પણ વર્લ્ડ કપની ટ્રોફીને સ્પર્શ કરવાનો અધિકાર છે, પરંતુ PM મોદીએ ખેલાડીઓનું સન્માન કરવા માટે ટ્રોફીને સ્પર્શ કર્યો ન હતો. આ પગલા માટે PM મોદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ 1983ના વર્લ્ડ કપ બાદ લેવાયેલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર વાયરલ થઈ

ટીમ ઈન્ડિયાએ તેનો પહેલો ICC વર્લ્ડ કપ 1983માં જીત્યો હતો. ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારતે એવી સિદ્ધિ હાંસલ કરી હતી જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. વાસ્તવમાં, તે સમયે વેસ્ટ ઈન્ડિઝ સૌથી મજબૂત ટીમ હતી અને ભારતે તેને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતમાં ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઈન્દિરા ગાંધીએ વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને તેઓ વર્લ્ડ કપની ટ્રોફી લઈને ઉભા હતા.

 

2007 અને 2011માં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

વર્ષ 2007માં MS ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને તેમને જીત માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. જે બાદ જ્યારે ટીમ ઈન્ડિયાએ 2011નો વર્લ્ડ કપ ઘરઆંગણે જીત્યો હતો ત્યારે દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા અને તેઓ ટીમના ખેલાડીઓને પણ મળ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ભારત પરત ફરતા જ થઈ જશે વ્યસ્ત, સૌપ્રથમ કરશે આ 3 કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:59 pm, Thu, 4 July 24

Next Article