AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક વસ્તુનો અંત હોય છે… ભારતના સર્વશ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીએ લીધી નિવૃત્તિ

ભારતના સૌથી સફળ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલે પ્રોફેશનલ સર્કિટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સૌરવ પ્રોફેશનલ સર્કિટમાં 22 વર્ષ સુધી રમ્યો અને એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. 37 વર્ષીય સૌરવ ઘોષાલે સોશિયલ મીડિયા પર ભાવુક મેસેજ પોસ્ટ કરી પોતાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી.

દરેક વસ્તુનો અંત હોય છે... ભારતના સર્વશ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીએ લીધી નિવૃત્તિ
Sourav Ghoshal
| Updated on: Apr 22, 2024 | 11:30 PM
Share

ભારતના સર્વશ્રેષ્ઠ પુરૂષ સ્ક્વોશ ખેલાડીઓમાંના એક સૌરવ ઘોષાલે સોમવારે પ્રોફેશનલ સર્કિટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેણે પ્રોફેશનલ સર્કિટમાં 22 વર્ષ રમ્યા હતા, તેણે ઇંચિયોન અને હાંગઝો એશિયન ગેમ્સની ટીમ ઇવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં તેના નામે ત્રણ મેડલ છે. તેણે ગ્લાસગોમાં 2022 વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં મિક્સ ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી જાણકારી

ઘોષાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મેં 22 વર્ષ પહેલા PSA વર્લ્ડ ટૂર પર મારી સફર શરૂ કરી હતી. તે સમયે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું આટલા લાંબા સમય સુધી પ્રોફેશનલ સ્ક્વોશ રમીશ. જ્યારે મેં વિશ્વભરમાં પ્રવાસ કર્યો અને કેટલાક મોટા સ્ટેજ રમ્યા ત્યારે મને લાગ્યું કે તે ક્યારેય સમાપ્ત થશે નહીં.’ 37 વર્ષીય સૌરવ ઘોષાલે કહ્યું, ‘દરેક વસ્તુનો અંત હોય છે. આ મેસેજ લખતી વખતે હું ભાવુક થઈ ગયો છું. આ રમત ઘણા વર્ષોથી મારું પેશન, મારું કામ અને મારી ઓળખ છે. તેથી, ગર્વ અને ઉદાસીની મિશ્ર લાગણીઓ સાથે હું PSAમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું.

સૌરવ ઘોષાલની સિદ્ધિઓ

કોલકાતામાં જન્મેલા સૌરવ ઘોષાલ વિશ્વના ટોપ 10માં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેણે એપ્રિલ 2019માં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી અને તેને છ મહિના સુધી જાળવી રાખવામાં ઘોષાલે 2003માં PSAમાં પ્રવેશ કર્યો ત્યારથી 18 ફાઈનલમાં પહોંચીને 10 PSA ટાઈટલ જીત્યા. તેણે PSA ટૂરમાં તેની 511 મેચમાંથી 281 જીતી છે. ઘોષાલના નામે 13 રાષ્ટ્રીય ખિતાબ જીતવાનો રેકોર્ડ પણ છે. તેણે છેલ્લું ટાઈટલ 2020માં જીત્યું હતું.

ઘોષાલની સફર ચાલુ રહેશે

જો કે, ઘોષાલની રમત હજુ પૂરી થઈ નથી અને તે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું, ‘હું આશા રાખું છું કે હું સ્પર્ધાત્મક સ્ક્વોશને સંપૂર્ણપણે અલવિદા નહીં કહું. હું ભારત માટે હજુ થોડો સમય રમવા માંગુ છું. આશા છે કે, મારામાં હજુ પણ લડવાની થોડી ક્ષમતા છે ત્યાં સુધી હું મારા દેશ માટે કંઈક વધુ હાંસલ કરી શકીશ, આભાર.

આ પણ વાંચો : IPL 2024: સંદીપ શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટ લીધી, એક જ ઓવરમાં 3 બેટ્સમેનોને કર્યા આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">