એશિયન ગેમ્સ 2023 માટે ભારતને મોટો ઝટકો, ચીન નહીં જાય ભારતીય ક્રિકેટ ટીમ, BCCIએ જણાવ્યું કારણ
ચીનમાં આ વર્ષે એશિયન ગેમ્સ યોજાવાની છે. કોરોનાના કારણે 2022માં એશિયન ગેમ્સનું આયોજન ચીનમાં શક્ય થઇ શક્યું ન હતું. આ વર્ષે ચીનના હાંગ્જૂમાં એશિયન ગેમ્સ 2022નું આયોજન થવા જઇ રહ્યું છે.
આ વર્ષે જ્યારે ભારતની તમામ રમતોની ટીમ જ્યાં હાંગ્જૂમાં આયોજિત એશિયન ગેમ્સમાં વધુથી વધુ મેડલ મેળવવામાં લાગી ગઈ છે. ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે કે એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમ સહિત પુરુષ ભારતીય ક્રિકેટ ટીમ પણ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2023 સુધી આયોજન થનાર એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે. જેની માહિતી ભારતના એશિયન ગેમ્સના પ્રમુખ ભૂપેન્દ્ર બાજવાએ આપી છે.
ક્રિકેટ ટીમ નહીં જાય ચીન
એક મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે ઈન્ડીયાના ચીફ દી મિશન પ્રમુખ ભૂપેન્દ્રએ જણાવ્યું હતું કે,”અમારી પાસે તમામ રમતોને લઈને સંમતિ આવી ગઈ છે. ફક્ત ક્રિકેટની ટીમ એશિયન ગેમ્સ માટે જઈ શકશે નહીં. ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ જણાવ્યું હતું કે તે સમયે બંને પુરૂષ અને મહિલા ટીમ વ્યસ્ત રહેશે. અમે ત્રણથી ચાર ઈમેઈલ બીસીસીઆઇને મોકલ્યા હતા અને તે પછી તેમણે જણાવ્યું હતું કે તે એશિયન ગેમ્સમાં સામેલ થઈ શકશે નહીં.
BCCIએ ના પાડી દીધી
આ અહેવાલ પ્રમાણે બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે એશિયન ગેમ્સની ડેડલાઈનના એક દિવસ પહેલા તેમને આઈઓએનો એક ઈમેલ આવ્યો હતો. જેમાં ટીમોને એશિયન ગેમ્સ માટે મોકલવાની વાત કરવામાં આવી હતી. તે સમયે બીસીસીઆઈએ નક્કી કરી લીધુ હતુ કે તે કોઈ પણ ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સ માટે મોકલી શકશે નહીં. કારણ કે ફ્યૂચર ટૂર પ્રોગ્રામ હેઠળ એશિયન ગેમ્સ દરમિયાન બંને ટીમ વ્યસ્ત રહેશે.
મહિલા ટીમ ઈન્ડીયાએ રમવાની છે શ્રેણી
ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (FTP) પર નજર કરીએ તો મહિલા ટીમ ઈન્ડીયાએ એશિયન ગેમ્સ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમવાની છે. જ્યારે ઓક્ટોબરમાં આઈસીસી વનડે વિશ્વ કપ 2023 ભારતમાં જ રમાવાનું છે. જેથી પુરૂષ ટીમ વ્યસ્ત રહેશે. અગાઉ 1998માં ભારતીય ક્રિકેટની બે ટીમ મેદાન પર ઉતરી હતી. એક ટીમ કુઆલાલંપુરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગઈ હતી અને બીજી ટીમે કેનેડાના ટોરન્ટોમાં સહારા કપમાં ભાગ લીધો હતો. 2021માં શિખર ધવનના નેતૃત્વ હેઠળની એક ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે સીરીઝ રમી રહી હતી. જ્યારે બીજી ટીમ વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટેસ્ટ ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડમાં શ્રેણીમાં વ્યસ્ત હતી.
પહેલા પણ ના ગઈ ક્રિકેટ ટીમ
એશિયાડ એટલે કે એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમત 2010 અને 2014માં સામેલ કરાઇ હતી. પણ ટીમ ઇન્ડીયા બંને વખત આ રમતોમાં ભાગ લેવા ગઇ ન હતી. 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ બાદ ફરીથી એક વખત એશિયનમાં ગેમ્સ ક્રિકેટની રમત પરત ફરી છે. આ વચ્ચે બીસીસીઆઇનું એશિયન ગેમ્સ માટે ક્રિકેટ ટીમને ના મોકલવું એક ઝટકો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા