
IPL 2025માં માત્ર 14 વર્ષની ઉંમરે સદી ફટકારી વૈભવ સૂર્યવંશીએ ભારે લોકપ્રિયતા મેળવી છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વૈભવનો ડંકો વાગી રહ્યો છે. હાલ તે ઈંગ્લેન્ડમાં પણ પોતાની છાપ છોડી રહ્યો છે. પરંતુ ભારતીય ચાહકો હવે તેની સાથે જોડાયેલી એક વાતથી ખૂબ નાખુશ છે. તેનું કારણ વૈભવનો જર્સી નંબર છે.
વાસ્તવમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંડર-19 શ્રેણીમાં, વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. વૈભવે માત્ર 52 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વૈભવની બેટિંગ ઉપરાંત, તેની જર્સીએ પણ આ દરમિયાન ચાહકોનું ધ્યાન ખેંચ્યું, કારણ કે તે વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરીને રમવા આવ્યો હતો.
Vaibhav Suryavanshi donning the iconic No.18 jersey during India U19’s unofficial Test against England U19.
: RevSportz pic.twitter.com/NBEShkvwj1
— Crickupdate (@maulikchauhan13) July 18, 2025
વૈભવની આ જર્સી પર કોઈ વિવાદ થયો ન હતો પરંતુ આ પછી, બંને ટીમો વચ્ચેની યુવા ટેસ્ટ મેચમાં, વૈભવ 18 નંબરની સફેદ જર્સી પહેરીને આવ્યો હતો. આ વખતે પણ, આ જર્સીએ ધ્યાન ખેંચ્યું પરંતુ ઘણા ભારતીય ચાહકોને તે ગમ્યું નહીં અને તેઓએ BCCI પર આકરા પ્રહારો કર્યા. કારણ કે વિરાટ કોહલીએ હાલ જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, એવામાં કોહલીના માનમાં BCCIએ આ ફોર્મેટમાં અન્ય કોઈ ખેલાડીને 18 નંબરની જર્સી ન આપવી જોઈએ એવું ફેન્સનું માનવું છે.
A new nunber 18 in whtes – Suryavanshi to bowl in beckenham pic.twitter.com/EvYEz9E4Wf
— Rohit Juglan (@rohitjuglan) July 15, 2025
ભારતીય ફેન્સના ટાર્ગેટ પર BCCI જ છે છતાં, કેટલાક ફેન્સે વૈભવને આ જર્સી નંબર પહેરવા અને વિરાટ કોહલીની જેમ લાંબા સમય ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરવાની અપીલ પણ કરી હતી. પ્રદર્શનની વાત કરીએ તો, વૈભવે 5 યુથ ODI મેચની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, જેના આધારે ભારતે તે શ્રેણી 3-2થી જીતી હતી. ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળતા બાદ, વૈભવે બીજી ઈનિંગમાં ઝડપી અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી પાસે છે કરોડોની કિંમતની કાર, છતાં તે ચલાવી શકતો નથી, આ છે કારણ