ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. અનુભવીઓએ અશ્વિનને નિવૃત્તિ પર અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. અશ્વિનની નિવૃત્તિ બાદ વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો, જ્યારે દિનેશ કાર્તિકે અશ્વિન સાથે રમવામાં પોતાના ગર્વની વાત કરી હતી. હરભજન સિંહે અશ્વિનના સિરીઝની વચ્ચે નિવૃત્તિ લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. ચાલો જોઈએ કે અશ્વિનની નિવૃત્તિ પર દિગ્ગજોએ કેવી પ્રતિક્રિયા આપી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અશ્વિન સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘અમે ઘણા વર્ષોથી સાથે રમ્યા છીએ અને ઘણી યાદો બનાવી છે જેને હું હંમેશા યાદ રાખીશ. તમે પહેલી જ મેચથી મેચ વિનર છો અને તમામ યુવા બોલરો પર કાયમી છાપ છોડી છે. મને ખાતરી છે કે અમારી પાસે ક્લાસિક અશ્વિન એક્શન સાથે આવનારા ઘણા યુવા બોલરો હશે. તમે ભારતીય ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટના સાચા OG અને લિજેન્ડ છો અને આ ટીમ તમને યાદ કરશે. તમને અને તમારા પ્રિય પરિવારને આવનાર સમય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અશ્વિનની નિવૃત્તિ પર વિરાટ કોહલી ભાવુક થઈ ગયો હતો. તેણે લખ્યું, ‘હું તમારી સાથે 14 વર્ષ રમ્યો અને જ્યારે તમે મને કહ્યું કે તમે સંન્યાસ લઈ રહ્યા છો, ત્યારે હું થોડો ભાવુક થઈ ગયો. તમારી સાથે રમવાની બધી યાદો સામે આવી. મેં તમારી સાથે પ્રવાસની દરેક ક્ષણો માણી છે. તમને ભારતીય ક્રિકેટના દિગ્ગજ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તમને અને તમારી નજીકના લોકો માટે ખૂબ આદર અને ખૂબ પ્રેમ. દરેક વસ્તુ માટે આભાર મિત્ર.
I’ve played with you for 14 years and when you told me today you’re retiring, it made me a bit emotional and the flashbacks of all those years playing together came to me. I’ve enjoyed every bit of the journey with you ash, your skill and match winning contributions to Indian… pic.twitter.com/QGQ2Z7pAgc
— Virat Kohli (@imVkohli) December 18, 2024
યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘વેલ પ્લેયડ એશ અને શાનદાર સફર માટે અભિનંદન. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને ફસાવી દેવાથી લઈને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મક્કમ રહેવા સુધી, તમે ટીમ માટે એક મહાન ખેલાડી રહ્યા છો. નવી સફરમાં આપનું સ્વાગત છે’.
Well played Ash and congratulations on a legendary journey! From spinning webs around the best in the world to standing tall in tough situations, you’ve been a real asset to the team. Welcome to the other side! @ashwinravi99
— Yuvraj Singh (@YUVSTRONG12) December 18, 2024
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે લખ્યું, શાનદાર કારકિર્દી માટે અભિનંદન, એશ! તમારું કૌશલ્ય, નિશ્ચય અને રમત પ્રત્યેના જુસ્સાએ અમને બધાને પ્રેરણા આપી છે. તમારી સાથે ફિલ્ડ અને ડ્રેસિંગ રૂમ શેર કરવો એ સન્માનની વાત છે. આગામી સમય માટે તમને શુભેચ્છાઓ.
Congratulations on a legendary career, Ash! Your skill, determination, and passion for the game has inspired us all. It’s been an honor to share the field and the dressing room with you. Wishing you all the best for what lies ahead.@ashwinravi99 pic.twitter.com/xBlWsl2Ra5
— K L Rahul (@klrahul) December 18, 2024
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું, ‘હેય એશ, શાનદાર કારકિર્દી માટે અભિનંદન, ઓલ્ડ બોય. કોચ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન તમે અમૂલ્ય સંપત્તિ હતા અને તમારા કૌશલ્ય અને હસ્તકળાથી રમતને ખૂબ સમૃદ્ધ બનાવી હતી. ભગવાન તમારું ભલું કરે’.
Hey Ash, congratulations on a magnificent career, old boy. You were an invaluable asset during my tenure as coach and enriched the game immensely with your skill and craft. God bless. @ashwinravi99 @BCCI @ICC #Ashwin #AUSvsIND pic.twitter.com/ZLelKjmEdu
— Ravi Shastri (@RaviShastriOfc) December 18, 2024
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ નિવૃત્તિ બાદ અશ્વિન માટે પોસ્ટ કરી હતી. ગંભીરે X પર લખ્યું, ‘તમને યુવા બોલરથી આધુનિક ક્રિકેટના મહાન ખેલાડી બનતા જોવાનો વિશેષાધિકાર હું ક્યારેય ભૂલીશ નહીં. મને ખબર છે કે આવનારી પેઢીના બોલરો કહેશે કે હું અશ્વિનને કારણે બોલર બન્યો! ભાઈ તમારી યાદ આવશે.
The privilege of seeing you grow from a young bowler to a legend of modern cricket is something that I wouldn’t trade for the world! I know that generations of bowlers to come will say that I became a bowler coz of Ashwin! U will be missed brother! ❤️ @ashwinravi99 pic.twitter.com/fuATAjE8aw
— Gautam Gambhir (@GautamGambhir) December 18, 2024
હરભજન સિંહે શ્રેણીની વચ્ચે અશ્વિનના નિવૃત્તિના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શ્રેણીની મધ્યમાં અશ્વિનનો નિર્ણય દર્શાવે છે કે તે જાણતો હતો કે તે આવનારી મેચોમાં પણ ટીમની બહાર થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ આગામી મેચોમાં અશ્વિનને લેવાનું વિચારી રહ્યું ન હતું. જો કે, હરભજને એમ પણ કહ્યું કે અશ્વિને નિવૃત્તિના નિર્ણય વિશે કાળજીપૂર્વક વિચાર્યું હોવું જોઈએ.
Congratulations @ashwinravi99 on a phenomenal cricket career. Your ambition as a test cricketer was admirable. Well done for being the flag bearer of Indian spin for more than a decade. Be very proud of your achievements and hopefully see you more often now.
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 18, 2024
આ સિવાય હરભજન સિંહે પણ અશ્વિનની નિવૃત્તિ બાદ X પર પોસ્ટ કરી હતી. ‘ભજ્જીએ’ લખ્યું, ‘અશ્વિનને શાનદાર ક્રિકેટ કારકિર્દી માટે અભિનંદન. ટેસ્ટ ક્રિકેટર તરીકે તમારી મહત્વાકાંક્ષા પ્રશંસનીય હતી. એક દાયકા કરતા વધુ સમયથી ભારતીય સ્પિનના ધ્વજવાહક બનવા બદલ અભિનંદન. તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે.
a GOAT retires
Well done on what’s been an outstanding career . Proud to have played with you and definitely the greatest ever to have played from TAMILNADU. @ashwinravi99
Much love and enjoy some leisurely time with family and friends ❤️#INDvAUS #ashwin#legend
— DK (@DineshKarthik) December 18, 2024
એક GOAT નિવૃત્ત થાય છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે અશ્વિન માટે લખ્યું, ‘શાનદાર કારકિર્દી માટે શાબાશ. મને તમારી સાથે રમવાનો ગર્વ છે. તમિલનાડુ માટે રમનાર તમે ચોક્કસપણે મહાન ખેલાડી છો.
Congratulations on an incredible journey, @ashwinravi99! Standing at slip was never a dull moment with you bowling, every ball felt like a chance waiting to happen. All the best for your next chapter! pic.twitter.com/HhBUHVPu3v
— Ajinkya Rahane (@ajinkyarahane88) December 18, 2024
રહાણેએ અશ્વિન માટે લખ્યું, ‘અકલ્પનીય સફર માટે અભિનંદન. જ્યારે તમે બોલિંગ કરો છો ત્યારે સ્લિપ પર ક્યારેય નીરસ ક્ષણ આવી ન હતી, દરેક બોલ તકની રાહ જોઈ રહી હોય તેવું લાગતું હતું. તમારા આગામી પ્રકરણ માટે શુભેચ્છાઓ.
આ પણ વાંચો: WTC Final : ભારત અને દક્ષિણ આફ્રિકા WTCની ફાઈનલમાં ટકરાશે? ઓસ્ટ્રેલિયા આ રીતે બહાર થઈ શકે છે