દીપક ચાહરની પત્નિ સાથે છેતરપિંડી, બિઝનેશમાં ભાગીદારી બાદ હવે ધમકીઓ આપતા પોલીસ ફરીયાદ

|

Feb 03, 2023 | 7:54 PM

ભારતીય ક્રિકેટર દીપર ચાહરની પત્નિ જયા ભારદ્વાજે પહેલા આર્થિક સહાય કરી હતી અને બાદમાં પૈસાની માંગણી કરતા જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.

દીપક ચાહરની પત્નિ સાથે છેતરપિંડી, બિઝનેશમાં ભાગીદારી બાદ હવે ધમકીઓ આપતા પોલીસ ફરીયાદ
Deepak Chahar ની પત્નિને ધમકી મળી

Follow us on

ભારતીય ક્રિકેટર ની દીપક ચાહરની પત્નિને ધમકીઓ મળી છે. જેને લઈ આગ્રામાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આગ્રા પોલીસે ઘટના અંગે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ધમકીઓ આપનાર હૈદરાબાદ ક્રિકેટ સંઘનો પૂર્વ અધિકારી અને તેના પુત્ર છે. દીપકની પત્નિ જયા ભારદ્વાજના દ્વારા હૈદરાબાદના પારેખ પિતા પુત્રને નવો બિઝનેશ શરુ કરવા માટે આપ્યા હતા. જે રકમની ઉઘરાણી કરતા ધાક ધમકીઓ આપવામાં આવી હતી.

જયા ભારદ્વાજના સસરા એટલે કે, દીપકના પિતાએ આ અંગે આગ્રામાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં જયાની સાથે થયેલા ગેરવર્તન અંગેની વિગતવાર ફરીયાદ લખવામાં આવી છે. આગ્રા પોલીસ દ્વારા ફરીયાદ બાદ તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

બિઝનેશ શરુ કરવા આપી હતી રકમ

વાત એમ હતી કે, દીપક ચાહરની પત્નિ જયાએ બિઝનેશમાં ભાગીદારીની શરુઆત કરવા માટે હૈદરાબાદના કમલેશ પારેખ અને ધ્રૂવ પારેખને રોકડ રકમ આપી હતી. જયાએ બિઝનેશ શરુ કરવા માટે 10 લાખ રુપિયા પારેખ સ્પોર્ટ્સ અને શોપના માલિક પિતા પુત્રને આપ્યા હતા. આમ દીપકની પત્નિેએ આ પિતા પુત્ર સાથે ભાગીદારી ધંધો શરુ કર્યો હતો. આ માટે ચુકવેલ રકમ ઓનલાઈન પેમેન્ટ દ્વારા મોકલવી હતી. જોકે ત્યારબાદ પિતા પુત્રએ પોતાની દાનત બદલી હતી અને પૈસા પરત કર્યા નહોતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પૈસાના બદલામાં ધાક ધમકી આપી

આગ્રા પોલીસમાં ફરીયાદ નોંધાવતા દીપકના પિતાએ બતાવ્યુ હતુ કે, પૈસાની માંગણી કરવામાં આવતા પિતા પુત્રએ પોતાની ઉંચી વગ હોવાની વાતો કરીને રોફ જમાવ્યો હતો. આ સાથે જ દીપકની પત્નિ જયાને ગાળો આપી અને ધમકીઓ આપી હતી. કમલેશ પારેખ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ટીમોના મેનેજર રહી ચૂક્યો છે. કમલેશ પારેખનો પુત્ર પારેખ સ્પોર્ટ્સ નામની દુકાન ચલાવે છે. હવે આગ્રા પોલીસે પિતા પુત્રની તમામ કુંડળીઓ નિકાળવાની શરુઆત કરી છે. અને તેમની સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

ગત વર્ષે જયા અને દીપકે લગ્ન કર્યા

દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો હિસ્સો છે. વર્ષ 2021ની આઈપીએલની સિઝન દરમિયાન મેચ બાદ સ્ટેન્ડમાં દિલ્લીની રહેવાસી જયા સામે દીપકે ઘૂંટણ ટેકવીને પ્રપોઝ કર્યુ હતુ. બંનેએ ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. તેમની પ્રપોઝ વાળી તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી. દીપક ઈજાને લઈ ભારતીય ટીમથી દૂર છે અને આજ કારણ થી તે ગત સિઝનમાં આઈપીએલમાં પણ રમી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાનો ટી20 વિશ્વકપનો હિસ્સો પણ તે બની શક્યો નહોતો.

 

 

Published On - 7:53 pm, Fri, 3 February 23

Next Article