T20 અને ODI બાદ હવે ટેસ્ટનો વારો છે, જાણો ટીમ ઈન્ડિયા કેવી રીતે બનશે ક્રિકેટમાં નંબર-1

|

Jan 26, 2023 | 12:10 PM

ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની વનડે સિરીઝમાં 3-0થી હરાવીને ICC રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ICC T20 રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલાથી જ પ્રથમ સ્થાન પર છે. આવી સ્થિતિમાં હવે આશા છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનું સામ્રાજ્ય જમાવશે.

T20 અને ODI બાદ હવે ટેસ્ટનો વારો છે, જાણો ટીમ ઈન્ડિયા કેવી રીતે બનશે ક્રિકેટમાં નંબર-1
જાણો ટીમ ઈન્ડિયા કેવી રીતે બનશે ક્રિકેટમાં નંબર-1
Image Credit source: Twitter

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવીને ICC રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન પર છે. આવી સ્થિતિમાં હવે ટેસ્ટ ક્રિકેટનો વારો છે. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પાસે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કાંગારૂ ટીમને હરાવીને આ ફોર્મેટમાં નંબર વન બનવાની તક છે.

જોકે, ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાનો પડકાર આસાન નથી. આમ છતાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરિઝમાં હરાવવા માટે પોતાની ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કેવી રીતે બની શકે ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર 1?

ઓસ્ટ્રેલિયા હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં 126 રેટિંગ સાથે નંબર વન છે. બીજી તરફ ભારતીય ટીમનું રેટિંગ 115 છે અને તે હાલમાં બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ પ્રયાસ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 4-0થી હરાવવાનો રહેશે. જો કે, જો આમ નહીં થાય તો ભારતે ઓછામાં ઓછી 3-0, 3-1 અથવા 2-0થી સિરીઝ જીતવી પડશે. જો ભારતીય ટીમ આમ કરવામાં સફળ થશે તો તેને ટેસ્ટમાં પણ નંબર વનનો તાજ મળશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ શું છે?

ભારત અને ઓસ્ટ્રેલિયાની બોર્ડર ગાવસ્કર સિરીઝ આવતા મહિને 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચે બીજી મેચ 17 થી 22 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં રમાવાની છે. ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચ દરમિયાન ધર્મશાળામાં રમાશે જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝ

ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ વનડે 17 માર્ચે મુંબઈમાં રમાશે. આ સિવાય બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ ચેન્નાઈમાં રમાશે.થોડો દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને વનડે સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. અગાઉ 2010-11માં ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની વનડે સિરીઝમાં 5-0થી હરાવ્યું હતું.રોહિત શર્મા ભારતના પહેલા કેપ્ટન બની ગયા છે જેના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ODI અને T20માં ક્લીન સ્વીપ કર્યું છે.

Published On - 12:08 pm, Thu, 26 January 23

Next Article