IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતનો 7 વિકેટ વિજય, વડોદરાની યાસ્તિકાની કમાલની ઈનીંગ, સ્મૃતી-હરમનપ્રીતની અડધી સદી

|

Sep 18, 2022 | 10:59 PM

વડોદરાની યાસ્તિકા ભાટીયાએ અડધી સદી નોંઘાવી હતી. આ ઉપરાંત સ્મૃતિ મંધાનાએ 91 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ અડધી સદી ફટકારી હતી, આમ જીત સાથે ભારતે વને ડે સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી હતી,

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતનો 7 વિકેટ વિજય, વડોદરાની યાસ્તિકાની કમાલની ઈનીંગ, સ્મૃતી-હરમનપ્રીતની અડધી સદી
Smriti Mandhana એ 91 રનની ઈનીંગ રમી

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે, જેમાં પ્રથમ વન ડે ભારતે 7 વિકેટે જીતી લીધી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ઇંગ્લેન્ડની મહિલા ટીમ પ્રથમ બેટીંગ કરતા 227 રન નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. ભારતીય બોલરોએ શરુઆતથી જ કસીને બોલીંગ કરતા ઈંગ્લીશ ખેલાડીઓને રન નિકાળવા મુશ્કેલ થયા હતા. ઝૂલન ગોસ્વામી એ પણ તેની કરિયરની અંતિમ વન ડે શ્રેણીમાં કસીને બોલીંગ કરતા 10 ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. ભારત વતી ત્રણ અડધી સદી નોંધાઈ હતી. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ સૌથી વધુ 91 રન નોંધાવ્યા હતા.

યાસ્તિકા-સ્મૃતિએ જીતનો પાયો નાંખ્યો

વડોદરાની યાસ્તિકા ભાટીયાએ પણ કમાલની ઈનીંગ રમી હતી, જેને લઈ ભારતની જીત વધુ મજબૂત થઈ હતી. તેણે 47 બોલમાં 50 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન યાસ્તિકાએ 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ઓપનીંગ જોડી આમ તો માત્ર 3 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. જેને લઈ ભારતીય છાવણીમાં શરુઆતમાં જ ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે બાદમાં ઓપનર સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટીયાએ જબરદસ્ત ભાગીદારી કરી હતી. બંનેએ ઈંગ્લીશ બોલરોને મચક આપ્યા વિના રન આક્રમકતાથી નિકાલ્યા હતા. બંને વચ્ચે 96 રનની ભાગીદારી નોંધાઈ હતી. જેના વડે ભારતની શાનદાર જીતનો પાયો નંખાયો હતો.

સ્મૃતિ મંધાનાએ 99 બોલનો સામનો કરીને 91 રન નોંધાવ્યા હતા. તે કેટ ક્રોસના બોલ પર ડેવિડસન રિચાર્ડના હાથમાં કેચ ઝડપાઈ હતી. તેણે તે સમયે ભારતને જીતના ઉંબરે લાવી રાખી દીધુ હતુ. ભારતીય ટીમનો સ્કોર સ્મૃતિની વિકેટ ગુમાવવા દરમિયાન 198 રન હતો. તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગો ઈનીંગ દરમિયાન ફટકાર્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હરમનપ્રીતની કેપ્ટન ઈનીંગ

ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે યાસ્તિકા બાદ સ્મૃતિનો સાથ નિભાવ્યો હતો. સ્મૃતિ પરત ફર્યા બાદ હરમનપ્રીતે ટીમને જીત સુધી દોરી હતી. હરમનપ્રીતે કેપ્ટન ઈનીંગ રમતા અણનમ અડધી સદી નોંધાવી હતી. તેણે 94 બોલનો સામનો કરતા 74 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. હરલીન દેઓલ 20 બોલનો સામનો કરીને 6 રન નોંધાવી જીતની ઘડી સુધી ક્રિઝ પર કેપ્ટનને સાથ પુરાવતી ઉભી રહી હતી. ભારતે 44.2 ઓવરમાં 232 રન નોંધાવી વિજય મેળવ્યો હતો. આમ ભારતે 3 મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ મેચ જીતીને 1-0 થી સિરીઝમાં સરસાઈ નોંધાવી છે.

Published On - 10:44 pm, Sun, 18 September 22

Next Article