એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત

|

Jul 29, 2024 | 6:19 PM

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાની છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવતા વર્ષે ભારતનો પ્રવાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એશિયા કપ 2025નું આયોજન છે.

એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત
India vs Pakistan

Follow us on

અહેવાલો અનુસાર, ભારત 2025 મેન્સ એશિયા કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. જેમાં 6 ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને છઠ્ઠી ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને આવતા વર્ષે ભારતની મુલાકાત લેવી પડશે. તમને જણાવી દઈએ કે, 2023 એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં રમાયો હતો. તે સમયે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ગઈ ન હતી, જેના કારણે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર યોજાઈ હતી.

એશિયા ક્રિકેટ કાઉન્સિલનો મોટો નિર્ણય

એશિયા ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા IEOI દસ્તાવેજ અનુસાર, ભારત 2025માં મેન્સ એશિયા કપની યજમાની કરશે, જે T20 ફોર્મેટમાં રમાશે. જ્યારે 2027 એશિયા કપની યજમાની બાંગ્લાદેશ કરશે. 2027 એશિયા કપ ODI ફોર્મેટમાં યોજાશે. આ બંને એડિશનમાં 13-13 મેચો રમાશે. દસ્તાવેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શેડ્યૂલ, તારીખ, ફોર્મેટ અને સ્થળ સહિતની આ તમામ માહિતી એશિયા ક્રિકેટ કાઉન્સિલ બદલી પણ શકે છે.

ભારતને બીજી વખત યજમાન બનવાની તક મળી

તમને જણાવી દઈએ કે, એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી. આ ટુર્નામેન્ટની અત્યાર સુધી 16 એડિશન રમાઈ છે. પરંતુ ભારતે માત્ર એક જ વખત એશિયા કપની યજમાની કરી છે. ભારતે 1990/91 એશિયા કપની યજમાની કરી હતી, જ્યારે ભારતે ટૂર્નામેન્ટ જીતી હતી. આવી સ્થિતિમાં 2025 એશિયા કપ ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 34 વર્ષ બાદ ભારતમાં રમાશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારત અત્યાર સુધીમાં 8 વખત એશિયા કપ ટાઈટલ જીત્યું છે. જ્યારે શ્રીલંકા 6 ટાઈટલ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ માત્ર બે વખત એશિયા કપની ચેમ્પિયન બની શકી છે. છેલ્લો એશિયા કપ પણ ભારતના નામે હતો. જ્યાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરના ટેટૂનું શું છે રહસ્ય? જેણે તેને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા આપી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article