IND vs WI: આવેશ ખાન ડેબ્યૂ મેચમાં જ ફ્લોપ રહ્યો, રન લુટાવતા પુરી 10 ઓવર કરવાનો પણ મોકો ના મળી શક્યો

|

Jul 25, 2022 | 10:04 AM

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બોલીંગ કરવાનુ ફાળે આવ્યુ હતુ. સિરાજ (Siraj) અને આવેશ ખાને (Avesh Khan) બોલીંગ આક્રમણ કરવાની શરુઆત કરી હતી. સિરાજ બેટ્સમેનોને બાંધવામાં શરુની ઓવરોમાં સફળ રહ્યો હતો.

IND vs WI: આવેશ ખાન ડેબ્યૂ મેચમાં જ ફ્લોપ રહ્યો, રન લુટાવતા પુરી 10 ઓવર કરવાનો પણ મોકો ના મળી શક્યો
Avesh Khan એ 6 ઓવરમાં 54 રન ગુમાવ્યા

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે 3 મેચોની વન ડે સિરીઝ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ બંને વન ડેના પરીણામ સામે આવી ચુક્યા છે અને સિરીઝ પર ભારતે કબ્જો જમાવી દીધો છે. શિખર ધવન (Shikhar Dhawan) ની આગેવાનીમાં પ્રથમ બંને મેચમાં મુશ્કેલ પડકારને ભારતીય ટીમે પાર પાડીને રોમાંચક રીતે જીત મેળવી દર્શાવી છે. જોકે આમ છતાં ભારતીય ટીમ સામે મુશ્કેલ સ્થિતી ઉભી થવાના કારણો જીત બાદ પણ શોધવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી મોટુ કારણ ટીમ ઈન્ડિયાની બોલીંગ રહી છે. બીજી મેચમાં સિરાજ એક તરફ શાનદાર બોલીંગ વડે વેસ્ટ ઈન્ડિઝની ઓપનીંગ જોડીને બાંધી રાખી રહ્યો હતો, બીજી તરફ ડેબ્યૂટન્ટ આવેશ ખાન (Avesh Khan) પર બાઉન્ડરી પર બાઉન્ડરી લાગી રહી હતી.

આવેશ ખાનને વન ડે આંતરરાષ્ટ્રીયમાં પદાર્પણ કરવાની તક વેસ્ટ ઈન્ડીઝમાં મળી છે. આ સિરીઝ દરમિયાન અગાઉ પ્રથમ મેચમાં ખૂબ રન ગુમાવનારા પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને તેને મોકો આપવામાં આવ્યો હતો. આવેશ માટે આ ઘડી ખૂબ જ ખુશીઓ આપનારી હતી, કારણ કે હવે તે તે વન ડે આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે શરુઆત કરી રહ્યો હતો. જોકે તેણે પ્રથમ ઓવરમાં જ બાઉન્ડરી ગુમાવી હતી. ત્યાર બાદ આગળની તેની ત્રણ ઓવરમાં પણ બાઉન્ડરીનો સિલસિલો જારી રહ્યો હતો.

છ માંથી પાંચ ઓવરમાં બાઉન્ડરી ગુમાવી

તેની ડેબ્યૂ મેચમાં પ્રથમ ઓવરમાં પાંચમાં બોલે મેયર્સે ચોગ્ગો ફટકાર્યો અને ઓવરમાં 7 રન ગુમાવ્યા હતા. ત્યાર બાદ પોતાની બીજી ઓવર લઈને આવ્યો હતો અને જેમાં તેણે ત્રણ ચોગ્ગા ગુમાવ્યા હતા. ઓવરમાં 13 રન ગુમાવી દીધા હતા. પોતાની ત્રીજી ઓવરમાં તેણે 16 રન ગુમાવ્યા, આ ઓવરમાં પણ તેણે ત્રણ ચોગ્ગા સહ્યા હતા. આમ દરેક ઓવરે તેણે રન ગુમાવવાનો આંકડો મોટો કરતા તેને હટાવી શાર્દૂલ ઠાકુરને એટેક પર લાવવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેની ડેબ્યૂ મેચમાં પ્રથમ ઓવરમાં પાંચમાં બોલે મેયર્સે ચોગ્ગો ફટકાર્યો અને ઓવરમાં 7 રન ગુમાવ્યા હતા. ત્યાર બાદ પોતાની બીજી ઓવર લઈને આવ્યો હતો અને જેમાં તેણે ત્રણ ચોગ્ગા ગુમાવ્યા હતા. ઓવરમાં 13 રન ગુમાવી દીધા હતા. પોતાની ત્રીજી ઓવરમાં તેણે 16 રન ગુમાવ્યા, આ ઓવરમાં પણ તેણે ત્રણ ચોગ્ગા સહ્યા હતા. આમ દરેક ઓવરે તેણે રન ગુમાવવાનો આંકડો મોટો કરતા તેને હટાવી શાર્દૂલ ઠાકુરને એટેક પર લાવવામાં આવ્યો હતો. ફરી થી તેને ઈનીંગની 25મી ઓવર લઈને આવવાનો મોકો આપ્યો હતો. આ ઓવરની શરુઆત પણ તેણે બાઉન્ડરીગુમાવીને કરી હતી. પોતાની પાંચમી ઓવર લઈ આવતા થોડી રાહત થઈ હતી કે ઓવરમાં માત્ર 3 રન ગુમાવ્યા હતા. ફરી હટાવીને સીધો મોકો તેને 43 મી ઓવર દરમિયાન મળ્યો જેમાં તેણે આ વખતે છગ્ગો ગુમવ્યો હતો. આ સાથે જ ડેબ્યૂ મેચમાં તેની ઓવરની તક સમાપ્ત થઈ ગઈ હતી.

6 ઓવરમાં જ લુટાવ્યા 54 રન

આવેશ ખાન શરુઆતથી જ એક બાદ એક બાઉન્ડરી સહન કરતા 7 ચોગ્ગા અને એક છગ્ગો સહ્યો હતો. તેણે પ્રતિ ઓવર 9 રનની સરેરાશ થી રન ગુમાવ્યા હતા. 6 ઓવરમાં જ તેની બોલીંગનુ કામ ડેબ્યૂ મેચમાં સમાપ્ત થઈ ગયુ હતુ. તેણે આ દરમિયાન 54 રન ગુમાવી દીધા હતા. બદલામાં તે વિકેટ માટે પણ એક વાર મોકો ઉભો કરી શક્યો નહીં અને વિના વિકેટે ખર્ચાળ ઓવરો સાથે પ્રથમ મેચ પુરી કરી હતી.

આ વર્ષે જ ટી20માં ડેબ્યૂ કર્યુ હતુ

ઝડપી બોલર આવેશ ખાને આ વર્ષે જ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યુ હતુ. ફેબ્રુઆરીમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં તેને આ મોકો મળ્યો હતો. આવેશ ખાનની ટી20 કરીયરની વાત કરવામાં આવે તો તે અત્યાર સુધીમાં 9 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 8 વિકેટ પોતાના નામે કરી છે. જેમાં તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 4 વિકેટ 18 રન આપીને રહ્યુ છે. આઈપીએલમાં તેણે લખનૌ સુપર જાયન્ટસ માટે 18 વિકેટ 13 મેચો રમીને ઝડપી હતી.

 

 

 

Published On - 9:52 am, Mon, 25 July 22

Next Article