India vs West Indies 5th T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 188 રનનો સ્કોર ખડક્યો, શ્રેયસ અય્યરની તોફાની અડધી સદી

IND Vs WI T20 1st Inning Report Today: ભારતીય ટીમ તરફથી શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી નોંધાવી હતી. ભારતે પહેલાથી જ ટી20 સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે.

India vs West Indies 5th T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 188 રનનો સ્કોર ખડક્યો, શ્રેયસ અય્યરની તોફાની અડધી સદી
Shreyas Iyer એ શાનદાર અડધી સદી નોંધાવી (Photo AFP)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 10:17 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ટી20 સિરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. આ સાથે જ ટી20 સિરીઝ પૂર્ણ થશે. ભારતીય ટીમ પહેલાથી જ સિરીઝને પોતાના નામે કરી ચુકી છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્માના આરામ પર રહેવાના નિર્ણયને લઈ હાર્દિક પંડ્યા (Hardik Pandya) કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ભારતીય ટીમના ઓપનર તરીકે રમતમાં આવેલા શ્રેયસ અય્યરે (Shreyas Iyer) શાનદાર અડધી સદી નોંધાવી હતી. દીપક હુડાએ પણ સારો સાથ અય્યરને પૂરાવ્યો હતો. ભારતે 20 ઓવરના અંતે 188 રનનો સ્કોર 7 વિકેટે નોંધાવ્યો હતો.

અય્યર અને હુડાની શાનદાર રમત

શ્રેયસે શાનદાર અડધી સદી રમી હતી. તેની રમત આજે તોફાની રહી હતી. તેનો સાથ આપવા માટે ઈશાન કિશન હતો, પરંતુ તે ઓપનીંગનો અનુભવી હતો, પરંતુ તે 13 બોલમાં 11 રન નોંધાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ દીપક હુડાએ તેને સારો સાથ આપ્યો હતો. ઈશાન 38 ના ટીમ સ્કોર પર પરત ફર્યો હતો. અય્યરે અડધી સદી નોંધાવી હતી. તે ફુલટોસ બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જોસન હોલ્ડરના બોલ પર જ તે તેને પાછો બોલ હવામાં આપી બેઠો હતો. અય્યરે શાનદાર રમત રમી હતી. તેણે 64 રનની આક્રમક ઈનીંગ રમી હતી. 40 બોલમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા.

હેડન વોલ્સે સેટ થઈ ગયેલી અય્યર અને હુડાની ભારતીય જોડીને તોડી દીધી હતી. જે બંનેની રમત ભારતીય ટીમને મોટા સ્કોર પર આગળ વધારી રહી હતી અને કેરેબિયન ટીમના બોલરોને પરેશાન કરી રહી હતી. દીપક હુડાની તેણે 12મી ઓવરમાં વિકેટ ઝડપી હતી. દીપક શાનદાર રમત રમી રહ્યો હતો. એવા સમયે જ તેને બ્રૂક્સના હાથમાં કેચ ઝડપાયો હતો. હુ઼ડા ડીપ મીડ વિકેટ પર શોટ લગાવવા ઈચ્છતો હતો, પરંતુ બેટ પર યોગ્ય કનેક્ટ નહીં થતા સીધો જ કેચ આપી દીધો હતો. તે 25 બોલમાં 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાર્દિકે રનની ગતિ જાળવા કર્યો પ્રયાસ

અય્યર અને હુડાની ઈનીંગ સમાપ્ત થતા જ રનની ગતિ ધીમી પડવા લાગી હતી. સંજૂ સેમસન 11 બોલમાં 15 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. તે ક્લીન બોલ્ડ થયો હતો. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તે રન આઉટ થઈ બહાર થયો હતો. દિનેશ કાર્તિક 9 બોલમાં 12 રન નોંધાવીને એલબીડલબ્યુ આઉટ થયો હતો. અક્ષર પટેલ 7 બોલમાં 9 રન નોંધાવી આઉટ થયો હતો. ઓડિયન સ્મિથે વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">